નવી દિલ્હીઃ ચીન પાંચ વર્ષમાં એક વાર યોજાતા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીપી) ની કોંગ્રેસની તૈયારી કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સતત ત્રીજા કાર્યકાળ માટે પસંદ કરવામાં આવી શકે છે. પરંતુ આ મહત્વની બેઠક પહેલા શી જિનપિંગે મોટા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાની બેઇજિંગના એક ચાર રસ્તા પર બેનર લગાવી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વની ટીકા કરવામાં આવી છે. ચીનમાં પ્રતિબંધિત ટ્વિટરની તસવીરોમાં એક રસ્તા પર ધૂમાડો જોવા મળી રહ્યો છે અને એક બેનર જોવા મળી રહ્યું છે જેમાં કડક શૂન્ય કોવિડ નીતિને ખતમ કરવા અને કમ્યુનિસ્ટ પાર્ટીને ઉખાડી ફેંકવા તથા રાષ્ટ્રપતિ શી જિનપિંગને હટાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. બેઇજિંગના એક પત્રકારના ટ્વીટ અનુસાર બેનરોમાં નારા હતા જેમાં ક્રાંતિકારી પરિવર્તનની જરૂરીયાતને આગળ વધારવાનું કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અન્ય બેનરમાં શી જિનપિંગને તાનાશાહી દેશદ્રોહી પણ કહેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો પ્રસારિત થયા બાદ અધિકારીઓએ બેનર હટાવી દીધા. એક મીડિયા રિપોર્ટ અનુસાર બેનરોમાં લખવામાં આવ્યું હતું- આવો અમે સ્કૂલો અને કામથી હડતાળ કરીએ અને તાનાશાહી ગદ્દાર જિનપિંગને હટાવી દઈએ. અમે કોવિડ ટેસ્ટ કરાવવા ઈચ્છતા નથી, અમે ભોજન કરવા ઈચ્છીએ છીએ. અમે લોકડાઉન ઈચ્છતા નથી, અમારે આઝાદી જોઈએ. 


નાટોમાં સામેલ થયું યુક્રેન તો થશે ત્રીજુ વિશ્વ યુદ્ધ, રશિયાની ખુલી ધમકીથી બબાલ


પોલીસકર્મીઓએ દુકાનોમાં ઘુસીને તે વિસ્તારને ઘેરી લીધો હતો. તો પોલીસ રસ્તા જતા લોકોની પૂછપરછ કરતી પણ જોવા મળી હતી. એસોસિએટેડ પ્રેસના પત્રકારોની ત્રણવાર પૂછપરછ કરવામાં આવી અને તેને ઓળખ પત્ર દેખાડવાનું કહ્યું હતું. બેઇજિંગમાં હેડિયન હેશટેગ વાળી પોસ્ટને ચીનના લોકપ્રિય વીબો સોશિયલ મીડિયા પર તત્કાલ બ્લોક કરી દેવામાં આવી હતી. હવે લોકોના વિરોધ વચ્ચે શી જિનપિંગ ફરી રાષ્ટ્રપતિની ખુરશી સંભાળશે કે નહીં તે જોવાનું રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube