શું તમે કારના કાચ બંધ કરી AC ચાલુ રાખો છો? તો જરૂર વાંચો આ રિસર્ચ
કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યાં છે. તેવામાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે ઘટે તે મહત્વનું છે. હાલ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટથી વધારે પર્સન્લ વાહન અને તેમાં પણ કારને વધુ પસંદ કરે છે.
આઉટપુટ ડેસ્ક: વિશ્વભરમાં કોરોના સંક્રમણ કેવી રીતે ના વધે તેમાટે વૈજ્ઞાનિકો રાત દિવસ રિસર્ચ કરી રહ્યાં છે. અને વિશ્વ સમક્ષ એવા એવા ખુલાસા સામે આવી રહ્યાં છે જેને ધ્યાનમાં રાખીને લોકો કોરોના સંક્રમિત થવાથી પોતાની જાતને બચાવી રહ્યાં છે. ફરી એકવાર એવો જ એક ખુલાસો અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે જેમાં જાણવા મળ્યું છે કે કારમાં તમામ ચાર કાચ બંધ હોવાથી અને AC ચાલુ રહેવાથી કોરોના સંક્રમણ વધવવાનું જોખમ વધુ રહેલું છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કારમાં મુસાફરી દરમિયાન ચારેય તરફ કાચ બંધ હોવાથી કોરોના સંક્રમણનું જોખમ વધે છે. તર્ક એ છે કે જ્યારે આવું થાય છે, ત્યારે કારની અંદર હવાનું સર્ક્યુલેશન નથી રહેતું. ત્યારે કોરોનાના કણો વધુ સમય સુધી હવામાં જ રહે છે. જે બંધ કારની અંદર સંક્રમણ ફેલાવી શકે છે. રિસર્ચ કરનારી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના અસીમાંશુ દાસના જણાવ્યા પ્રમાણે, કાર ચલાવતી વખતે એર કન્ડીશનર ચાલુ રાખવું અને ચારેય કાચ બંધ હોવાથી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. પરંતુ જો કારમાં વેન્ટિલેશન એટલે કે હવાની અવર જવર માટે વ્યવસ્થા હોય તો વાયરસનું સર્ક્યુલેશન થવાનું જોખમ ઘટી જાય છે.
રિસર્ચમાં જણાવામાં આવ્યું છે કે જો કાર ચારેય તરફથી બંધ રહે છે તો સંક્રમણ થવાનું સૌથી વધારે જોખમ ડ્રાઈવરને છે. કારમાં હવાનો ફ્લો પાછળથી આગળની તરફ હોય છે. તેથી પાછળ બેઠેલી વ્યક્તિના એરોસોલ ડ્રાઈવર સુધી સરળતાથી પહોંચી શકે છે.
દરમિયાન સતર્ક રહેવુ અનિવાર્ય
રિસર્ચમાં કાર પૂલિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને તેમને અલર્ટ કરે છે જે કાર-પૂલિંગ કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કાર પૂલિંગ દરમિયાન એર ફ્લો સરખું કરીને સંક્રમણનું જોખમ ઘટાડી શકાય છે.
ચાલુ કારમાં કેટલી વિન્ડો ખુલ્લી રાખવી?
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરી દરમિયાન કારની ચારેય બારી ખુલ્લી રાખવી જોઈએ પરંતુ જો આવુ શક્ય નથી તો કમસેકમ બે વિન્ડો જરૂરથી ખુલ્લી રાખવી.
કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધી રહ્યાં છે. તેવામાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે ઘટે તે મહત્વનું છે. હાલ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટથી વધારે પર્સન્લ વાહન અને તેમાં પણ કારને વધુ પસંદ કરે છે. કારમાં એકલા મુસાફરી કરવાથી સંક્રમણનો ઘટે છે પરંતુ હવેના રિસર્ચ પ્રમાણે કારમાં પણ કાચ ખુલ્લા હશે તો સંક્રમણ વધી શકે છે. કારની અંદર પણ સાવચેતી રાખવી હવે અનિવાર્ય બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube