ન્યૂયોર્કઃ વર્ષ 1999 પછી જ્યારે 2000નું વર્ષ બેસવાનું હતું ત્યારે મીડિયામાં એવા અનેક રિપોર્ટ્સ આવ્યા હતા, જેમાં આ સૃષ્ટિનો સર્વનાશ(End of world) થવાનો દાવો કરાયો હતો. જોકે, આવું કશું જ થયું ન હતું. હવે ફરી એક વખત સૃષ્ટિના વિનાશની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આ દાવો કોઈ ધાર્મિક નેતા કે જાદુગરનો નથી, પરંતુ સંશોધનકર્તાઓએ કરેલા વિસ્તૃત અભ્યાસના આધારે કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે કે લગભગ 26 કરોડ વર્ષ પહેલા ધરતી પર સૌ પ્રથમ વખત મહાપ્રલય (Cataclysm) આવ્યો હતો, ત્યાર પછી આવું છ વખત થઈ ચૂક્યું છે. હવે નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, છ વખત આ ધરતી જીવ-જંતુ વગરની થઈ ચૂકી છે અને ફરી એક વખત તેની સંભાવનાઓ બની રહી છે. અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર મિશેલ રેમ્પિનોએ આ રિપોર્ટ રજુ કર્યો છે. 


સંશોધનની મુખ્ય બાબતોઃ 
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર સૃષ્ટિના વિનાશના કારણોની તપાસ બાદ એ નિષ્કર્ષ પર પહોંચી શકાયું છે કે, પૃથ્વી અગાઉ પણ જીવ-જંતુ વગરની થઈ ચૂકી છે. સામુહિક વિનાશની તમામ ઘટનાઓ પર્યાવરણીય ઉથલપાથલના કારણે થઈ હતી. સંશોધનના આધારે દાવો કરાયો છે કે, પૃથ્વી પર મહાપ્રલય (Cataclysm) પૂર અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓના કારણે આવ્યો હતો. દાવો કરાઈ રહ્યો છે કે, જ્વાળામુખી વિસ્ફોટ પછી ધરતી પર લાખો કિલોમીટર સુધી લાવા ફેલાઈ ગયો હતો, જેના કારણે તમામ જીવ-જંતુઓ નાશ પામ્યા હતા. 


પુલ પર ચઢ્યો યુવક, કહ્યું- લેન્ડરનો સંપર્ક નહી થયા તો નીચે નહીં ઉતરું


વૈજ્ઞાનિકોના અનુસાર આ ધરતીનો અગાઉ પણ પાંચ વખત સર્વનાશ થઈ ચૂક્યો છે. ભૂવૈજ્ઞાનિકોએ સામુહિક વિનાશના આ સમયગાળાને ઓર્ડોવિશિયન(44.3 કરોડ વર્ષ પહેલા), લેટ ડેવોનિયન(37 કરોડ વર્ષ પહેલા), પર્મિયન (25.2 કરોડ વર્ષ પહેલા), ટ્રાયસિક (20.1 કરોડ વર્ષ પહેલા) અને ક્રેટેશિયસ (6.6 કરોડ વર્ષ પહેલા)માં વહેંચ્યો છે. 


વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનનું અનુમાન
સંશોધનના આ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે જે રીતે ધરતીનું તાપમાન વધતું જઈ રહ્યું છે તેના કારણે હવે 7મી વખત મહાપ્રલયની સંભાવના વધી ગઈ છે. સાથે એ પણ કહેવાયું છે કે, અત્યારે પૃથ્વી પરથી અનેક પ્રજાતિઓ વિલુપ્ત થઈ ચુકી છે અને અનેક વિલુપ્ત થવાની અણીએ છે. સંશોધનકર્તાઓએ કહ્યું કે, આવી પરિસ્થિતિનું નિર્માણ અગાઉ જ્યારે પણ મહાપ્રલય આવ્યો ત્યારે થયું હતું. આથી ફરી એક વખત સૃષ્ટિનો સર્વનાશ થવાનું અનુમાન છે. 


હિસ્ટોરિકલ બાયોલોજીમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયું છે કે, 27.2 કરોડથી માંડીને 26 કરોડ વર્ષ પછી મહાપ્રલય આવી શકે છે. હવે આ સમય પુરો થવાનો છે, એટલે નજીકના ભવિષ્યમાં જ મહાપ્રલય આવી શકે છે. આ દરમિયાન ધરતી અને મહાસાગર પ્રભાવિત થયા હતા. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...