પુલ પર ચઢ્યો યુવક, કહ્યું- લેન્ડરનો સંપર્ક નહી થયા તો નીચે નહીં ઉતરું
સોમવાર મોડી રાત્રે એક પાગલ યુવકનો હાઇ વોલ્ટેડ ડ્રામા જોવા મળ્યો હતો. યુવક હાથમાં ધ્વજ લઇને યમુના બ્રિજના પિલર પર ચઢી ગયો હતો. આ વાતની જાણ લોકોને થતા જ બ્રિજ પાસે લોકોની ભીડ જામવા લાગી હતી
Trending Photos
પ્રયાગરાજ: અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ અથવા તો સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરતા લોકોને ટાંકી અથવા બિલ્ડિંગ પર ચડતા તો જોયા જ હશે. પરંતુ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ (Prayagraj)માં સોમવાર (16 સપ્ટેમ્બર) મોડી રાતે કંઇક એવું બન્યું કે જેના કારણે પોલીસ (Police) દોડતી થઇ અને હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા માટે લોકોની ભીડ પણ જામવા લાગી હતી.
સોમવાર મોડી રાત્રે એક પાગલ યુવકનો હાઇ વોલ્ટેડ ડ્રામા જોવા મળ્યો હતો. યુવક હાથમાં ધ્વજ લઇને યમુના બ્રિજના પિલર પર ચઢી ગયો હતો. આ વાતની જાણ લોકોને થતા જ બ્રિજ પાસે લોકોની ભીડ જામવા લાગી હતી. ત્યારે આ અંગે જાણકારી મળતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવકને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગી હતી. પરંતુ મોડી રાત સુધી યુવત નીચે ઉતર્યો ન હતો.
આ પણ વાંચો:- PM મોદીના બર્થ-ડે પર ચાહકે સંકટ મોચનને ચઢાવ્યો 1.25 કિલોનો સોનાનો મુગટ, કરી આ પ્રાર્થના
જો કે, પોલીસની કલાકોની મહેનત બાદ પિલર પર ચઢેલા યુવકે એક લોખંડની પ્લેટમાં કાગડ ઉપર તેનો સંદેશો લખીને મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જ્યાં સુધી ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ઇસરો સાથે સંપર્ક થતો નથી. ત્યાં સુધી તે પિલર પર બેઠો રહેશે અને ચંદ્રદેવને પ્રાર્થના કરશે.
યુવકના આ સંદેશા બાદ પણ પોલીસે તેને નીચે લાવવા ઘણી મહેતન કરી હતી. પરંતુ મોડી રાત્રે 11 વાગ્યા સુધી યુવક નિચે ઉતર્યો ન હતો. જો કે, પોલીસ દ્વારા આજીજી કરવા છતાં યુવક પર તેની કોઇ જ અસર થતી ન હતી. જેથી પોલીસે કંટાળીને બ્રિજ પર ઉમેટલા લોકોની ભડીને દૂર કરી અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યાં હતા.
બ્રિજ પર ચઢનાર યુવકનું નામ રજનીકાંત છે. જે પ્રયાગરાજના યમુનાપારના માંડા સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ યુવક પર્યાવરણ બચાવવાને લઇને યમુના બ્રિજના પિલર પર ચઢીને હાઇ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે