Disadvantages of Mobile: મોબાઈલનો વધુ પડતો ઉપયોગ જોખમ નોતરી શકે છે. જો તમે પણ સતત ફોન પર સર્ફિંગ કે અલગ અલગ કામો માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવ તો હવે તમારે અલર્ટ થવાની જરૂર છે. આ આદતને કંટ્રોલ નહીં કરો તો પરિણામ માઠું આવી શકે છે. આવું રિસર્ચર્સનું કહેવું છે. રિસર્ચર્સ  કહે છે કે ફોન પર વધુ પડતો સમય વિતાવવાથી તમારી ઉંમર ઘટી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના કેલિફોર્નિયામાં બક ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન એજિંગના એક્સપર્ટે આ અંગે એક રિસર્ચ હાથ ધર્યો હતો.  આ રિસર્ચનો હવાલો આપતા છપાયેલા એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને શરીરની અન્ય પ્રક્રિયાઓ ઉપર પણ પ્રભાવ નાખી શકે છે. રિસર્ચર્સે કહ્યું કે આંખો પર પ્રકાશના સંપર્કમાં આવવાથી સર્કેડિયન લય ખોરવાઈ શકે છે અને બીમારી થઈ શકે છે. 


આંખ સતત દુનિયાના સંપર્કમાં રહે છે એટલે અન્ય અંગોની સરખામણીમાં તેની પ્રતિકારક ક્ષમતા વધુ મજબૂત હોય છે. જ્યારે આ બચાવ દરરોજ ફોનના માધ્યમથી વધુ પડતા પ્રકાશના સંપર્કમાં આવવાના કારણે વધુ સક્રિય  બને ત્યારે તે શરીરની આંતરિક પ્રક્રિયાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. અન્ય અંગોને પણ નુકસાન પહોંચી શકે છે. 


બક ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને પોષણ વિશેષજ્ઞ ડો. પંકજ કપાહીએ એક રિલીઝમાં જણાવ્યું છે કે કોમ્પ્યુટર અને ફોન સ્ક્રિનને લાંબા સમય સુધી જોવી અને રાતે પ્રકાશ પ્રદૂષણના સંપર્કમાં રહેવું એ સર્કેડિયન ઘડીઓ માટે ખુબ  પરેશાનીવાળી સ્થિતિ છે. તે આંખની સુરક્ષા બગાડી છે અને તેના કારણે આંખના વિઝનને નુકસાન થઈ શકે છે, શરીર અને માથાના અન્ય ભાગોમાં પણ નુકસાન પહોંચી શકે છે. 


તેમના જણાવ્યાં મુજબ શરીરની પ્રત્યેક કોશિકા સામાન્ય રીતે કોઈને કોઈ રીતે સર્કેડિયન ઘડિયાળ પર કામ કરે છે. આ ઘડિયાળ 24 કલાકના ચક્ર પર ચાલે છે. સંસ્થાનના એક અન્ય રિસર્ચરે ડો. બ્રાયન હોજે જણાવ્યું કે પ્રકાશના સંપર્કમાં આવવાથી તે ખોરવાઈ શકે છે. 


માખીઓ પર કરાયેલા એક રિસર્ચ બાદ વિશેષજ્ઞોએ આ વાતનો ખુલાસો કર્યો. તેમણે રિસર્ચ દરમિયાન માખીઓના એક સમૂહને બે ભાગમાં વહેંચી દીધુ હતું. એક સમૂહને અપ્રતિબંધિત આહાર આપવામાં આવ્યો. જ્યારે બીજાને પ્રોટીનના ફક્ત 10 ટકા આપવામાં આવ્યા. રિસર્ચર્સને જાણવા મળ્યું કે આહાર પ્રતિબંધિત માખીઓની આંખોમાં ફોટોરિસેપ્ટર સંબંધિત જીન સૌથી વધુ સક્રિય હતા. એ પણ જાણવા મળ્યું કે જે માખીઓને અંધારામાં રાખવામાં આવી હતી તેઓ પોતાના સાથીઓની સરખામણીમાં વધુ સમય સુધી જીવિત રહી. જેનાથી જાણવા મળ્યું કે સર્કેડિયન ચક્ર પર પ્રભાવના નકારાત્મક પરિણામ પડી શકે છે અને જીવનકાળ ઓછો થઈ શકે છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV