પૂજા માક્કર/નવી દિલ્હીઃ લેન્સેટના નવો રિપોર્ટ દર્દીઓને સાવધાન કરી રહ્યો છે કે જ્યાં સુધી સર્જરીને ટાળી શકાય ટાળો. લેન્સેટના અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના ઇન્ફેક્શનની સાથે સર્જરી કરનારનાર દર્દીઓનું બચવું મુશ્કેલ થઈ રહ્યું છે. અભ્યાસ પ્રમાણે 28 ટલા લોકો સર્જરીના 30 દિવસની અંદર મોતનો શિકાર થઈ ગયા છે. આ 28 ટકાનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે, તેમાંથી 80 ટકાને શ્વાસ લેવામાં મુશ્કેલી એટલે કે રેસ્પિરેટરી ફેલયર થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 દેશોની 235 હોસ્પિટલોમાં કરવામાં આવ્યો અભ્યાસ
તેવા દર્દીઓને સામેલ કરવામાં આવ્યા છે જેને સર્જરીથી 7 દિવસ પહેલા કે સર્જરીના 30 દિવસ બાદ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી. સર્જરીના 30 દિવસની અંદર કેટલા મોત થયા તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2020 વચ્ચે સર્જરી કરાવનાર 1128 દર્દીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં 835 એટકે કે 74 ટકાને અચાનક સર્જરીની જરૂર પડી હતી જ્યારે 280 દર્દી એટલે કે 25 ટકાની સર્જરી પહેલાથી જ નક્કી હતી. 294 એટલે કે 26 ટકા દર્દીઓને સર્જરી બાદ કોરોનાની જાણકારી મળી હતી. 


જો તમારું ઘર ‘આવું’ હોય તો તમે Corona virus થી સુરક્ષિત નથી


મહત્વની વાતો
કુલ 1128 દર્દીઓમાંથી 268 દર્દીઓ એટલે કે 24 ટકાનું મૃત્યુ સર્જરીના 30 દિવસની અંદર થયું હતું. 577 એટલે કે 51 ટકાને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે 577માંથી 219 (38 ટકા) દર્દીઓને બચાવી શકાયા નહીં.


કુલ મોતોને જોવામાં આવે તો 268માંથી 219 મોત એટલે કે 82 ટકાનું કારણ શ્વાસ લેવા સંબંધી સમસ્યાઓ હતી. આ અભ્યાસના પરિણામ સામે આવ્યા છે તેના પર ધ્યાન દેવાનું છે. સર્જરી બાદ અડધાથી વધારે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા થઈ જે ઘાતક સાબિત થઈ હતી. જેથી બિનજરૂરી સર્જરી ટાળવી જોઈએ. 70 વર્ષથી ઉપરના પુરૂષોએ ખાસ કરીને કોરોના સમયમાં સર્જરીથી બચવું જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર