દુકાન લૂંટવા આવેલો બદમાશ વૃદ્ધા પાસેથી પૈસા લેવાની જગ્યાએ ચુંબન ચોડીને જતો રહ્યો, જુઓ VIDEO
બ્રાઝીલનો એક લૂંટનો અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક મેડિકલ સ્ટોરને લૂંટવા આવેલા કેટલાક લૂંટારુઓ સ્ટોરને તો લૂંટી લે છે પરંતુ ત્યાં ઊભેલી મહિલા જ્યારે ડરની મારી પૈસા આપવાની વાત કરે છે તો તે પૈસા પડાવવાની જગ્યાએ લૂંટારું તેમને માથે ચુંબન કરીને ત્યાંથી જતો રહે છે.
બ્રાઝીલનો એક લૂંટનો અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક મેડિકલ સ્ટોરને લૂંટવા આવેલા કેટલાક લૂંટારુઓ સ્ટોરને તો લૂંટી લે છે પરંતુ ત્યાં ઊભેલી મહિલા જ્યારે ડરની મારી પૈસા આપવાની વાત કરે છે તો તે પૈસા પડાવવાની જગ્યાએ લૂંટારું તેમને માથે ચુંબન કરીને ત્યાંથી જતો રહે છે. મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. હેલમેટ પહેરેલા બે હથિયારધારી યુવકો સ્ટોરમાં ઘૂસે છે અને ત્યાંના લોકોને બધા પૈસા તેમને આપી દેવાનું કહે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બદમાશ મહિલા સાથે વાત કરી રહ્યો છે અને બીજો દુકાનના ગલ્લામાંથી પૈસા કાઢી રહ્યો છે. દુકાનનો કરમચારી પોતાનો હાથ માથા પાછળ કરીને બેઠેલો જોવા મળે છે.