Robot એ બનાવેલી પેઈન્ટિંગ કરોડોમાં વેચાઈ, ફોટો જોઈને થશે આશ્ચર્ય
આધુનિક કાળમાં માણસના મોટાભાગના કામમાં રોબોટ મદદ કરવા લાગ્યો છે. ઓફિસ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં આજકાલ રોબોટ મદદમાં આવી રહ્યો છે. રોબોટ માણસનું મોટાભાગનું કામ આસાન કરી દે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પેઈન્ટિંગના કારણે જ સોફિયા ચર્ચાનો વિષય બની છે. તમને થશે રોબોર અને પેઈન્ટિંગ. આ બંને શબ્દોને શું લેવા દેવા છે. તો અમે તમને જણાવી દઈએ કે રોબોટ સોફિયાએ બનાવી છે આ ખાસ પ્રકારની પેન્ટિંગ. કોઈ દેશની નાગરિકતા મેળવનારી પહેલી રોબોટ સોફિયા હાલ તેની પેઈન્ટિંગના કારણે ચર્ચામાં આવી છે.
આધુનિક કાળમાં માણસના મોટાભાગના કામમાં રોબોટ મદદ કરવા લાગ્યો છે. ઓફિસ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં આજકાલ રોબોટ મદદમાં આવી રહ્યો છે. રોબોટ માણસનું મોટાભાગનું કામ આસાન કરી દે છે. માણસની જેમ જ સ્માર્ટ વર્ક કરતાં રોબોટનો જમાનો આવી ગયો છે. ત્યારે હંમેશા ચર્ચામાં રહેતી રોબોટ સોફિયા ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. પોતાની પેઈન્ટિંગના કારણે સોફિયા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
રોબોટ સોફિયાએ હાલમાં જ એક ડિજિટલ પેઈન્ટિંગ તૈયાર કરી છે. ઈટલીના મશહૂર ડિજિટલ આર્ટિસ્ટ એન્ડ્રિયા બોનાકેટોની સાથે મળીને સોફિયા ઈન્ટેશિએસન નામ સાથે સોફિયાએ પોતાનું જ પોર્ટેટ બનાવ્યું. જેની પાંચ કરોડથી વધુની કિંમતમાં હરાજી થઈ.
સોફિયાની આ પેઈન્ટિંગ ખરીદનારનું નામ જાહેર નથી કરાયું. પેઈન્ટિંગની હરાજી વખતે સોફિયાએ કહ્યું કે નવી રચનાઓનો હિસ્સો બનીને મને ખુશી થઈ રહી છે.
જણાવી દઈએ કે, સોફિયા રોબોટને 2016માં દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હોંગકોંગના ડેવિડ હેન્સનની કંપની હેન્સન રોબોટિક્સે તેને બનાવી છે. જેને એક ઉત્તમ રોબોટ માનવામાં આવે છે. અને તે હંમેશા પોતાની અવનવી પ્રવૃતિના કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર હાલ રોબોટ સોફિયા ખૂબ જ ચર્ચામાં છે. અને તેને બનાવેલી પેઈન્ટિંગના ફોટો અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube