કાબુલ: અફઘાનિસ્તાનમાં આજે રાષ્ટ્રપતિ અશરફ ગનીના ઈદ ઉલ અઝહાના અવસરે ભાષણના ગણતરીની મિનિટો પહેલા રાષ્ટ્રપતિ ભવન પાસે ઓછામાં ઓછા ત્રણ રોકેટ આવીને પડ્યા. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ નમાજ વખતે થયેલા આ હુમલાથી અફરાતફરી મચી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નમાજ વખતે થયા ધડાકા
ધડાકા એવા સમયે થયા કે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં બધા ઈદની નમાજ અદા કરી રહ્યા હતા. અચાનક રોકેટ બ્લાસ્ટના અવાજથી અફરાતફરી મચી ગઈ. જો કે આમ છતાં લોકોએ પોતાની નમાજ ચાલુ રાખી. સમગ્ર વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 


ગૃહ મંત્રાલયના પ્રવક્તા મિરવાઈઝ સ્તાનિકઝઈએ જણાવ્યું કે રોકેટ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રોકેટ કડક સુરક્ષાવાળા રાષ્ટ્રપતિ ભવનની બહાર પડ્યા. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. કહેવાય છે કે આ હુમલાનો હેતુ નુકસાન પહોંચાડવા કરતા વિસ્તારમાં દહેશત ફેલાવવાનો વધુ હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube