Russia Ukraine War: ફેબ્રુઆરી 2022 થી ચાલી રહેલા રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે 29 જુલાઇએ પહેલીવાર રશિયા અને અમેરિકન વિદેશ મંત્રી સાથે સીધી વાતચીત થઇ. લગભગ અડધો કલાક સુધી થયેલી આ ટેલિફોનિક વાતચીતમાં મુખ્ય મુદ્દો રશિયાની કેદમાં બ્રિટન નાગરિક બ્રિટની ગ્રાઇમર અને પોલ વ્હીલનની મુક્તિ રહ્યો જેમાં આ નાગરિકોને મુક્ત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો. જોકે બંને નેતાઓ વચ્ચે ચર્ચા ગત 5 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને લઇને થઇ. અમેરિકાએ કહ્યું કે તે યૂક્રેનને તોડવારાઓને વિરોધ કરતું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાશક્તિ દેશોના રાજદૂતોની આ વાતચીત દરમિયાનમાં પણ સમાધાનનો કોઇ ફોર્મૂલા નિકળી શક્યો નહી. જોકે રશિયા-યૂક્રેન વચ્ચે સમાધાનનો કોઇ માર્ગ નિકળી શક્યો નહી. તમને જણાવી દઇએ કે રશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે છઠ્ઠા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે. તો બીજી તરફ અમેરિકાએ એ પણ દાવો કર્યો છે કે આ યુદ્ધમાં રશિયાના લગભગ 75 હજાર સૈનિકો મોતને ભેટ્યા છે અથવા ઘાયલ થયા છે. તેને પુતિન માટે મોટો આંચકો ગણી શકાય છે. એટલું જ નહી યુદ્ધ માટે પ્રતિબદ્ધ રશિયન સૈનિક હવે ભયભીત થઇ ચૂક્યા છે. 


અમેરિકાએ કહ્યું કે બંને પક્ષો તરફથી જાનહાનિની ચોક્કસ સંખ્યાનું ફક્ત અનુમાન લગાવ્યું છે. અધિકારીઓનું અનુમાન હતું કે રશિયાએ લગભગ 1 લાખ 50 હજાર સૈનિકોને યૂક્રેનની સીમા પર તૈનાત કર્યા હતા. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ પોતાના દાવામાં કહ્યું કે 40 હજાર રશિયન સૈનિકો મોતને ભેટ્યા છે જ્યારે લગભગ 10 હજાર સૈનિક ઘાયલ થયા છે.  


આ મામલે બ્રિટનઈ ગુપ્ત એજન્સીએ દાવો કર્યો છે કે આ યુદ્ધમાં મોટી સંખ્યામાં સૈનિકો ગુમાવ્યા બાદ રશિયા હવે સેનામાં સંખ્યા બળ વધારવા માટે ઉતાવળું છે. એટલા માટે જ તેણે સૈનિકોની ઉંમર 50 વર્ષ કરી દીધી છે અને વોર ચીફે 640 પાઉન્ડ પ્રતિ મહિને સેલરી અને ફ્રી મેડિકલ અને ડેન્ટલ કેરની ઓફર આપી છે. રશિયા આગામી ઠંડીને જોતા આ તૈયારી કરી રહ્યું છે. જે આ વાતના સંકેત છે કે જંગ આગળ પણ ચાલુ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube