મોસ્કો: રશિયાએ અમેરિકી એનજીઓ બાર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો છે. રશિયાએ આ એનજીઓને 'અનડિઝાયરેબલ' ગણાવીને આ પ્રતિબંધ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી એનજીઓને 'અનડિઝાયરેબલ'નું લેબલ
મોસ્કોના સ્ટેટ પ્રોસેક્યૂટર ઓફિસે સોમવારે જણાવ્યું કે તેમણે અમેરિકાના બીન સરકારી સંગઠન બાર્ડ કોલેજને અનડિઝાયરેબલનું લેબલ આપ્યું છે અને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. 


આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ
રશિયાના વિદેશ મંત્રાલયે આ અગાઉ રશિયા પર અમેરિકાના લગાવવામાં આવેલા પ્રતિબંધો પર પ્રતિક્રિયા આપતા ચાલુ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે તેઓ એવા યુએસ ફંડ્સ અને એનજીઓની એક્ટિવિટી ખતમ કરી દેશે જેમના વિશે તેમને એવું લાગશે કે તેઓ દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. 


South Africa: 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કરવો આ મહિલાને ભારે પડી ગયો 


સ્ટેટ પ્રોસિક્યુટર ઓફિસે કહ્યું કે એજ્યુકેશનલ એનજીઓ બાર્ડ કોલેજની એક્ટિવિટી બંધારણીય વ્યવસ્થા અને રશિયાની સુરક્ષા માટે જોખમ છે. જો કે બીન સરકારી સંગઠન બાર્ડ કોલેજે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 


જ્યારે બાઈડને પુતિનને કહ્યા હતા 'કિલર'
અત્રે જણાવવાનું કે આ વર્ષ માર્ચમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે તેમને એવું લાગે છે કે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન 'કિલર' છે. બાઈડેનના આ નિવેદન બાદ મોસ્કો અને વોશિંગ્ટને પોત પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા હતા. ગત અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન જીનેવામાં મળ્યા હતા. ત્યારબાદ એવું નક્કી થયું હતું કે રાજદૂતોની વાપસી થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube