મોસ્કોઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે પુતિન માટે ખરાબ સમાચાર છે. હાલ રશિયા દુનિયામાં સૌથી વધુ પ્રતિબંધોનો સામનો કરનારો દેશ બની ગયો છે. અત્યાર સુધી રશિયા પર કુલ 5581 પ્રતિબંધ લાગી ચુક્યા છે. તેમાંથી મોટા ભાગના પ્રતિબંધ 22 ફેબ્રુઆરી બાદ લાગ્યા છે. તો આ પહેલાં રશિયા પર 2754 પ્રતિબંધ લાગી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા પહેલાં ઈરાન હતો સૌથી વધુ પ્રતિબંધ વાળો દેશ
Statista દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે રશિયા પર યુક્રેન યુદ્ધને કારણે લાગેલા પ્રતિબંધો પહેલાં ઈરાન સૌથી વધુ પ્રતિબંધ સહન કરનારો દેશ હતો. મહત્વનું છે કે અત્યાર સુધી ઈરાન પર 3616 પ્રતિબંધ લાગ્યા હતા.


આ પણ વાંચોઃ Ukraine-Russia War: બાળકોની હોસ્પિટલ પર રશિયાનો હુમલો, ઝેલેન્સ્કીએ કહ્યુ- દુનિયા ક્યાં સુધી આતંકને નજરઅંદાજ કરશે


નાગરિકો પર લાગ્યા પ્રતિબંધ
રશિયા પર 22 ફેબ્રુઆરી બાદ લાગેલા 2827 નવા પ્રતિબંધોમાં 2461 પ્રતિબંધો રશિયાના નાગરિકો પર છે, જેમાં રાષ્ટ્રપતિ પુતિન, તેમનું મંત્રીમંડળ અને સૈન્ય અધિકારી સામેલ છે. તો 366 નવા પ્રતિબંધ રશિયાની કંપનીઓ પર લાગેલા છે, જેમાં રશિયાની એરલાઇન પર લાગેલા પ્રતિબંધ પણ સામેલ છે.


300થી વધુ કંપનીઓએ બંધ કર્યું યોગદાન
Statista ના ડેટા પ્રમાણે અત્યાર સુધી 300થી વધુ વિદેશી કંપનીઓએ સંપૂર્ણ રીતે અથવા આંશિક રૂપથી રશિયામાં પોતાનું કામકાજ બંધ કરી દીધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube