Ukraine-Russia War: બાળકોની હોસ્પિટલ પર રશિયાનો હુમલો, ઝેલેન્સ્કીએ કહ્યુ- દુનિયા ક્યાં સુધી આતંકને નજરઅંદાજ કરશે

Ukraine-Russia War: પ્રાંતના ગવર્નર પાવલો કિરિલેન્કોએ કહ્યુ કે, રશિયાએ બુધવારે એક સહમત યુદ્ધવિરામ સમય  દરમિયાન મારિયુપોલમાં એક બાળકોની હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો.

Ukraine-Russia War: બાળકોની હોસ્પિટલ પર રશિયાનો હુમલો, ઝેલેન્સ્કીએ કહ્યુ- દુનિયા ક્યાં સુધી આતંકને નજરઅંદાજ કરશે

લ્વીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. આ વચ્ચે રશિયાએ દક્ષિણ-પૂર્વી પોર્ટ શહેર મારિયુપોલમાં બાળકોની હોસ્પિટલ અને પ્રસૂતિ કેન્દ્રને નિશાન બનાવ્યું છે. બુધવારે નગર પરિષદના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે હોસ્પિટલને ભારે ક્ષતિ થઈ છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ટ્ટીટ કર્યુ- 'મારિયુપોલ. પ્રસૂતિ હોસ્પિટલમાં રશિયન સૈનિકોનો સીધો હુમલો. લોકો, બાળકો કાટમાળમાં દબાય રહ્યાં છે. અત્યાચાર.. દુનિયા ક્યાં સુધી આતંકને નજરઅંદાજ કરતી રહેશે? બધા આસમાન બંધ કરો! હત્યાઓ બંધ કરો! તમારી પાસે શક્તિ છે પરંતુ એવું લાગે છે કે તમે માનવતા ખોઈ રહ્યાં છો.'

— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 9, 2022

ઝેલેન્સ્કીના કાર્યાલયના ઉપ પ્રમુખ કિરિલો તાઇમોશંકોએ કહ્યુ કે, અધિકારી મૃત્યુ પામેલા કે ઈજાગ્રસ્ત લોકોની સંખ્યાની માહિતી મેળવી રહ્યાં છે. વિદેશ મંત્રાલયે પણ હુમલામાં તબાહ થયેલી હોસ્પિટલનો વીડિયો શેર કર્યો છે. 

— Володимир Зеленський (@ZelenskyyUa) March 9, 2022

તો પ્રાંતના ગવર્નર પાવલો કિરિલેન્કોએ કહ્યુ કે, રશિયાએ બુધવારે એક સહમત યુદ્ધવિરામ સમય (જે ધિરે દક્ષિણી શહેરથી નાગરિકોને કાઢવા માટે મંજૂરી આપવા માટે હતો) દરમિયાન મારિયુપોલમાં એક બાળકોની હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. તેમણે કહ્યું કે, હુમલામાં 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં શ્રમિક મહિલાઓ પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news