મોસ્કોઃ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ ફેસબુકની સાથે-સાથે ટ્વિટર અને યૂટ્યૂબને પણ દેશમાં બ્લોક કરી દીધી છે. આરોપ છે કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રશિયા મીડિયા કંપનીઓની સાથે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહ્યાં છે. તો ફેસબુકનું કહેવું છે કે રશિયાએ આ પ્રતિબંધથી લાખો લોકોને વિશ્વસનીય જાણકારીથી વંચિત કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા સરકારની સેન્સરશિપ રોસકોમ્નાડઝોરનું કહેવું છે કેઓક્ટોબર 2020થી ફેસબુક દ્વારા રશિયન મીડિયા વિરુદ્ધ ભેદભાવના 26 કેસ આવ્યા છે, જેમાં આરટી અને આરઆઈએ સમાચાર એજન્સી જેવી સરકાર સમર્થિક ચેનલોના એકાઉન્ટની પહોંચ ઘટાડવાનો આરોપ છે. 


રશિયામાં લાગેલા બેન પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના વૈશ્વિક મામલાના પ્રમુખ નિક ક્લેગે કહ્યુ કે, કંપની પોતાની સેવાઓ બહાલ કરવા માટે તે બધુ ચાલુ રાખશે, જે તે કરી શકે છે. તેણે ટ્વિટર પર પોસ્ટ પોતાના નિવેદનમાં કહ્યું- જલદી લાખો સામાન્ય રશિયન નાગરિકો વિશ્વસનીય જાણકારીથી ખુદને દૂર કરી લેશે, પરિવાર અને મિત્રોની સાથે જોડાવાની રીતથી વંચિત થઈ જશે અને બોલવાથી ચુપ થઈ જશે. 


આ પણ વાંચોઃ ક્યારે ખતમ થશે જંગ? સોમવારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આમને-સામને હશે રશિયા-યુક્રેન  


હકીકતમાં આ સપ્તાહે મેટાએ કહ્યું કે, તેણે યુરોપિયન યુનિયનમાં આરટી અને સ્પુતનિકને બેન કરી હતી. રશિયન સરકાર નિયંત્રિત આ મીડિયા આઉટલેટ્સના ફેસબુક પેજો અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની સાથે-સાથે ફેસબુક પર આ મીડિયા કંપનીઓની લિંકવાળી પોસ્ટને મેટા વિશ્વ સ્તર પર પણ ડિમોટ કરી રહ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે યુક્રેનની સાથે યુદ્ધની શરૂઆતના બીજા દિવસ એટલે કે 25 ફેબ્રુઆરીએ રશિયાએ ફેસબુક પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો હતો. રશિયાની સરકારી એજન્સી રોસકોમ્નાડઝોરનો આરોપ હતો કે ફેસબુકે રશિયાની સરકારી મીડિયા આઉટલેટ્સના પેજોને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધા છે. જ્યારે રશિયા તરફથી આ પ્રતિબંધ હટાવવાની માંગ કરવામાં આવી તો, ફેસબુકે આ માંગને નજરઅંદાજ કરી દીધી હતી. ત્યારબાદ રશિયાએ ફેસબુક પર આંશિક પ્રતિબંધ લગાવ્યો અને તેને બ્લોક કરી દીધી હતી.


હકીકતમાં રશિયાએ હાલમાં પશ્ચિમની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીઓ પર દબાવ બનાવ્યો છે. પાછલા વર્ષે પુતિન સરકારે ટ્વિટરને દેશમાં ડાઉન કરી દીધી, કારણ કે તેના પર ગેરકાયદેસર કન્ટેન્ટને હટાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube