Economy of Pakistan: પાકિસ્તાન હાલમાં ખુબ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ આર્થિક મોરચા પર પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે તો બીજી તરફ પાકિસ્તાનમાં પૂરના કારણે પણ ઘણું નુકસાન થયું છે. આ કારણથી પણ પાકિસ્તાનની હાલત દયનીય થઈ ગઈ છે. આ વચ્ચે રશિયાએ પાકિસ્તાન તરફ મદદનો હાથ લંબાવ્યો છે. હાલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને રશિયાના રાષ્ટ્રપતિની મુલાકાત પણ થઈ હતી. હવે ઇંધણ અને અન્ય વસ્તુની વધતી કિંમતો વચ્ચે રશિયાએ પાકિસ્તાનને ઘંઉ અને ગેસ આપવાની ઓફર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ અને રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત
હાલમાં ઉઝ્બેકિસ્તાનમાં શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનથી બિન વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લામિદીર પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ રશિયાએ પાકિસ્તાનની મદદ કરવા હાથ લંબાવ્યો છે. ત્યારે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે, તેઓ પાકિસ્તાનને ઘંઉ આપી શકે છે.


આ પણ વાંચો:- નદીના પુલ પરથી નીચે ખાબકી બસ, 7 લોકોના મોત; વધી શકે છે મોતનો આંકડો


પાક બરબાદ
પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી ઘણું નુકસાન થયું છે. સાથે જે તેના કારણે પાક પણ બરબાદ થઈ ગયો છે. આસિફે કહ્યું- રશિયાએ કહ્યું કે તે અમને ગેસ આપી શકે છે. રશિયાએ કહ્યું કે, મધ્ય એશિયન દેશોમાં તેમની ગેસ પાઈપલાઈન છે અને અફઘાનિસ્તાનના રસ્તે તેનો વિસ્તાર પાકિસ્તાન સુધી કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો:- લોકો માટે મોટી ખુશખબરી, સરકારે ઘટાડ્યો તેલ પર ટેક્સ; ભાવમાં ઘટાડો


પાકિસ્તાનના વલણની કરી પ્રશંસા
ત્યારે છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પણ ચાલી રહ્યું છે. તેને લઇને તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને સંયુક્ત રાષ્ટ્ર અને ઇન્ટરનેશનલ લેવલ પર પાકિસ્તાનના વલણની પ્રશંસા કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube