Ukraine Russia War: યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. આજે 1 મે 2022, રવિવારના રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે, યુક્રેનના ઓડેસામાં મિસાઈલથી હુમલો કરી હથિયારોની મોટા જથ્થાને નષ્ટ કરવામાં આવ્યો છે. જો કે, છેલ્લા 67 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે બંને દેશ વચ્ચે અનેક વખત વાટાઘાટોનો દોર ચાલ્યો પરંતુ હજુ સુધી યુદ્ધ સમાપ્ત થયું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી રોયટર્સે જણાવ્યું કે, અમેરિકા અને યુરોપીયન દેશ દ્વારા યુક્રેનને આપવામાં આવેલા હથિયારોના પુરવઠા પર રશિયાએ હુમલો કર્યો છે. યુક્રેનના ઓડેસા પાસે એક લશ્કરી એરફિલ્ડમાં રનવેને નષ્ટ કરવામાં આવ્યો. રક્ષા મત્રાલયે કહ્યું કે, તેમણે ઓનિક્સ મિસાઈલનો ઉપયોગ હવાઈ ક્ષેત્ર પર હુમલો કરવા માટે કર્યો હતો. ઓડેસાના ક્ષેત્રીય ગવર્નર મેક્સિમ માર્ચેંકોએ કહ્યું કે, રશિયાએ બેસ્ટિયન મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. આ હુમલા માટે રશિયાએ ક્રીમિયાથી મિસાઈલ લોન્ચ કરી હતી. રક્ષા મંત્રાલયે એમ પણ કહ્યું કે, તેમની એર ડિફેન્સ સિસ્ટમ્સે રાત્રિના સમયે ખાર્કિવ ક્ષેત્રમાં યુક્રેનના બે Su-24m બોમ્બર્સ તોડી પાડ્યા હતા.


કાળઝાળ ગરમી વચ્ચે જાણો દેશમાં કેમ વધી રહ્યું છે વીજળી સંકટ? સામે આવ્યું આ મોટું કારણ


કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મારિયુપોલામાં ફસાયેલા લોકો માટે હવે ખુબ જ ઓછા પ્રમાણમાં ખાવા-પીવા તેમજ દવાની સમાગ્રી છે. તો સમાચાર એજન્સી એપીએ જણાવ્યું હતું કે, દેશના પૂર્વ ઔદ્યોગિત ગઢ અને દક્ષિણ યુક્રેનના દરિયાકાંઠામાં રશિયાના આક્રમણમાં યુક્રેની સેનાઓ ગામડે-ગામડે લડી રહી છે. આ વિસ્તારમાં કેટલાક નાગરિકો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યા શોધવા માટે ભાગી રહ્યા હતા.


આયુષ્માન ખુરાનાની પત્નીએ સેક્સ અંગે કહીં આ વાત, તાહિરા કશ્યપની આ વાતથી શરમાઈ જશે એક્ટર


તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર યુક્રેન પર આક્રમણ બાદ લગભગ 5.5 મિલિયન એટલે કે 55 લાખ લોકો યુક્રેનથી ભાગી ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર શર્ણાર્થી એજન્સીના આંકડા અનુસાર 24 ફેબ્રુઆરીના રશિયા યુક્રેન યુદ્ધની શરૂઆત બાદથી મોટાભાગના લોકોએ યુક્રેનની પશ્ચિમી સરહદ પર આવેલા દેશોમાં શરણ લીધી છે. 3 મિલિયનથી વધારે લોકો પોલેન્ડમાં છે. જ્યારે 8,17,000 થી વધારે લોકોએ રોમાનિયામાં શરણ લીધી છે. લગભગ 5,20,000 લોકો હંગરીમાં જતા રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube