Power Crisis In India: કાળઝાળ ગરમી વચ્ચે જાણો દેશમાં કેમ વધી રહ્યું છે વીજળી સંકટ? સામે આવ્યું આ મોટું કારણ

Power Crisis In India: દેશમાં વીજળીનું સંકટ વધતું જઇ રહ્યું છે. એક તરફ કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગમાં વધારો થયો છે. તો બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધના કારણે ઇંધણની આયાતમાં પણ ઘટાડો આવ્યો છે.

Power Crisis In India: કાળઝાળ ગરમી વચ્ચે જાણો દેશમાં કેમ વધી રહ્યું છે વીજળી સંકટ? સામે આવ્યું આ મોટું કારણ

Power Crisis In India: કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વધતી ગરમી સાથે દેશમાં વીજળીની માંગમાં પણ વધારો થયો છે. તો બીજી તરફ યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઇંધણની આયાતમાં ઘટાડો થયો છે. જેના કારણે દેશના કેટલાક પાવર પ્લાન્ટ્સના પ્રોડક્શન પર અસર પડી રહી છે અને રાજ્યમાં વીજળી કાપ મુકવામાં આવી રહ્યો છે. વીજળી સંકટની ઔદ્યોગિક ગતિવિધિઓ સાથે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.

કોલ ઇન્ડિયા લિમિટેડના પૂર્વ માર્કેટિંગ ડિરેક્ટર એસએન પ્રસાદે કહ્યું કે, વીજળીની માંગ વધવી અને ઇંધણની આયાતમાં ઘટાડો થવાને કારણે આ થઇ રહ્યું છે. જો કે, એસએન પ્રસાદે એમ પણ કહ્યું કે, સ્થાનિક સ્તર પર કોલસા પુરવઠા વીજળી સંકટનું કારણ નથી. દેશમાં કોલસા ઉત્પાદન અને ઉપભોક્તાઓને પુરવઠામાં સતત વધારો કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22 માં ઉપભોક્તાઓને 66.3 કરોડ ટન કોલસાનો પુરવઠો આપવામાં આવ્યો હતો, જે એક રેકોર્ડ છે.

વીજળી સંકટનું મોટું કારણ આયાતી કોલસો અને ગેસ આધારિત પ્લાન્ટમાં ઇંધણની અછત છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તર પર કોલસા અને અન્ય ઇંધણના ભાવમાં વધારો થયો છે. જેના કારણે વીજળી પ્લાન્ટ કોલસાની આયાત કરવાથી દૂર રહે છે. સ્થાનિક સ્તર પર વાત કરીએ તો કોલસા ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે. નાણાકીય વર્ષ 2021-22 માં કોલ ઇન્ડિયાનનું ઉત્પાદન 62.26 કરોડ ટન પર પહોંચ્યું હતું. સિંગારેની અને અંગત ઉપયોગની કોલસા ખાણોનું ઉત્પાદન પણ વધ્યું છે.

એસએન પ્રસાદે વધુમાં કહ્યું કે, ગરમીનું તાપમાન વધતા અચાનક વીજળીની માંગમાં થયેલો વધારો પણ વીજળી સંકટનું એક કારણ છે. તેનું એક કારણ ગરમી સાથે સાથે દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું પણ છે. આ સાથે જ એસી અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગમાં વધારો પણ થયો છે. આ ઉપરાંત વીજળી આપતી કંપનીઓની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાને કારણે પુરવઠો પ્રભાવીત થયો છે.

ગરમીન કારણે હાઈડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ્સમાં પણ સમસ્યા થાય છે. કોલ ઇન્ડિયા પાસે હાલમાં 6 કરોડ ટન કોલસો છે. સિંગરેની કોલિરીઝ કંપની લિમિટેડ પાસે 4 કરોડ ટનથી વધારે કોલસાનો ભંડાર હોવાનું અનુમાન છે. એસએન પ્રસાદે વધુમાં કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર સમસ્યા છે. માલગાડી અને સવારી ટ્રેન એક જ પાટા પર ચાલશે તો સમસ્યા થવી સ્વાભાવિક છે. માલગાડીઓ પણ કોલસા ઉપરાંત અન્ય સામાનને પણ મોકલવામાં આવે છે. એવામાં સરકારની પ્રાથમિકતા નક્કી કરે છે જરૂરિયાત શું છે.

જો કે, માલગાડીઓ માટે અલગ કોરીડોરના નિર્માણનું કામ તેજીથી ચાલી રહ્યું છે. તે સંપૂર્ણ પણે ચાલુ થતાં સમસ્યા દૂર થશે. કોલસા ઉત્પાદક કંપનીઓનું વીજળી કંપનીઓ પરના લેણાં પણ એક સમસ્યા છે. કોલ ઇન્ડિયાને લગભગ 12000 કરોડ રૂપિયા વીજળી ઉત્પાદક કંપનીઓ પાસેથી લેવાના બાકી છે. ત્યારે વીજળી ઉત્પાદક કંપનીઓ કહે છે કે વિતરણ કંપનીઓ પૈસા આપી રહી નથી, અમે ક્યાંથી આપીએ.
(ઇનપુટ- પીટીઆઇ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news