નવી દિલ્હીઃ દુનિયામાં ઓમિક્રોનના નવા વેરિએન્ટના કેસ સતત સામે આવી રહ્યાં છે. હવે રશિયામાં કોરોના વાયરસના સ્ટ્રેન ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.4 સૌથી વધુ ઘાતક સબ વેરિએન્ટ મળ્યો છે. તે ખુબ સંક્રામક છે. રશિયાની રાષ્ટ્રીય કન્ઝ્યુમર હેલ્થ વોચડોગ સંસ્થા (Rospotrebnadzor) એ તેની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય કન્ઝ્યુમર હેલ્થ વોચડોગ સંસ્થા (Rospotrebnadzor) ના સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓર એપિડેમિયોલોજીમાં જીનોમ રિસર્ચના હેડ કામિલ ખફીજોવે જણાવ્યુ કે હાલમાં પ્રકાશિત અભ્યાસથી જાણવા મળ્યું કે BA.4 અને BA.5 વેરિએન્ટ ઓમિક્રોનના પહેલા વેરિએન્ટની તુલનામાં વધુ સંક્રામક છે. તેમણે કહ્યું કે રશિયામાં જે કેસ સામે આવી રહ્યાં છે તેમાંથી 95 ટકા BA.2 સબ-વેરિએન્ટના છે. બે નેશનલ લેબે ઓમિક્રોન સબ-વેરિએન્ટ BA.4 ના સૌથી વધુ ઘાતક સબ વેરિએન્ટની જાણકારી મેળવવા માટે BA.5 ના ઉપવંશના વાયરસ જીનોમને VGARus ડેટાબેસમાં સબમિટ કર્યાં છે. જીનોમ રિસર્ચ હેડ કામિલ ખફીજોવે જણાવ્યું કે આ સેમ્પલ મેના અંતમાં લેવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ કપડા પહેરવાની આળસના લીધે મહિલાએ આખા શરીરે કરાવી દીધાં Tattoo! જુઓ તસવીરો


જાણો BA.4 ઓમિક્રોનના સબ વેરિએન્ટને
તે જાણવા મળ્યું કે ઓમિક્રોનના મૂળ વેરિએન્ટની તુલનામાં BA.4 વેરિએન્ટ BA.2 વેરિએન્ટની સાથે સામ્યતા ધરાવે છે. BA.4 ઓમિક્રોન સબ વેરિએન્ટ L452R મ્યૂટેશન કેરી કરે છે, જે પહેલા ડેલ્ટા વેરિએન્ટમાં પણ જોવા મળ્યું હતું. આ પ્રકારના વિશિષ્ટ મ્યૂટેશન વાયરસને વધુ સંક્રામક બનાવવા અને તેની માનવ કોશિકાઓ પર હુમલો કરવાની શક્તિને વધારે છે.  L452R મ્યૂટેશન ઇમ્યુનિટી કોશિકાઓ દ્વારા નુકસાનથી બચાવમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય BA.4 સબ વેરિએન્ટને માનવ કોશિકાઓના સ્પાઇક પ્રોટીનની બાઇડિંગસાઇટની પાસે એક બીજા મ્યૂટેશન જેને F486V કહેવામાં આવે છે. અભ્યાસ પ્રમાણે આ કારણે સબ વેરિએન્ટ આંશિક રીતે આપણી ઇમ્યુનિટીને બચવામાં પણ મદદ મળે છે. 


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ચેતવણી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મે મહિનામાં ચેતવણી આપી હતી કે ઓમિક્રોન સબલાઇનેઝ BA.4 અને BA.5 બિનરસીકરણવાળા દેશમાં આ બીમારીને વધારી રહ્યાં છે. પરંતુ વિશ્વમાં BA.2 સબ વેરિએન્ટ આ બીમારીને ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં 10 જાન્યુઆરી 2022ના લેવામાં આવેલા સેમ્પલમાં સૌથી પહેલા BA.4 મળ્યો હતો. તેના મ્યૂટેશનમાં ઓમિક્રોન વેરિએન્ટના ઓરિજનલ વેરિએન્ટ જેવી સામ્યતા જોવા મળી, પરંતુ તે BA.2 વેરિએન્ટ જેવો જ છે. મેના અંતમાં BA.4 અને BA.5 વેરિએન્ટના ત્રણ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube