નવી દિલ્હી: રશિયા (Russia) માં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે ચાર્લી હેબ્દો (Charlie Hebdo) જેવી કાર્ટૂન મેગેઝીન રશિયામાં ચાલી શકે નહીં. આ દરમિયાન પેસકોવે ગત 16 ઓક્ટોબરના રોજ થયેલી ફ્રેન્ચ ટીચર સેમ્યુઅલ પેટીની હત્યાને પણ 'ભયાનક ત્રાસદી' ગણાવી. તેમણે આ બધી વાતો એક સ્થાનિક રેડિયો સ્ટેશન સાથે વાતચીત દરમિયાન કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LAC પર તણાવ વચ્ચે આ મહિને 3 વાર PM મોદી અને શી જિનપિંગ થશે 'આમને સામને'


પયગંબર મોહમ્મદના કાર્ટુન પર ચૂપકીદી સાધી
તેમણે વધુમાં કહ્યું કે દરેક ધર્મ એકબીજાનું સંપૂર્ણ સન્માન કરે છે. અહીં બધા એકબીજા સાથે હળીમળીને રહે છે. આ કારણે રશિયામાં ચાર્લી હેબ્દો જેવા પ્રકાશન શક્ય નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પયગંબર મોહમ્મદનું કાર્ટુન સ્વીકાર્ય છે તો તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. 


2015માં પણ થયો હતો હુમલો
અત્રે જણાવવાનું કે ઈસ્લામમાં પયગંબર મોહમ્મદના કાર્ટૂન કે ચિત્રને ખોટું ગણે છે. પયગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપવા બદલ 2015માં પણ પેરિસમાં ચાર્લી હેબ્દોના હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો હતો. હવે સેમ્યુઅલ પેટીના મોત બાદ એકવાર ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. 


પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ગિલગિટ-બાલ્ટિસ્તાનને આપ્યો પ્રોવિન્સનો દરજ્જો


શું છે મામલો
ટીચર પેટીએ ક્લાસમાં પયગંબર મોહમ્મદના કાર્ટૂનને દેખાડ્યું હતું. ત્યારબાદ ચેચન મૂળના યુવકે ટીચરની નિર્દયતાથી હત્યા કરી નાખી. જેના થોડા દિવસ બાદ ફ્રાન્સના શહેર નીસમાં એક ચર્ચમાં હુમલો થયો અને 3 લોકોના મોત થયા. શનિવારે 31 ઓક્ટોબરે લ્યોનમાં એક ગ્રીક ઓર્થોડોક્સ પાદરીની ગોળી મારીને હત્યા કરાઈ. દુનિયાભરમાં ખાસ કરીને મુસ્લિમ દેશોમાં ફ્રાન્સ અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube