નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે. શક્તિશાળી રશિયા સતત યુક્રેનને વેરવિખેર કરવામાં લાગ્યુ છે. બંને બાજુથી જાનમાલનું ખુબ નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર એ છે કે Zaporizhzhia Oblast પ્રાંતના એનરહોદર શહેરમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે. યુક્રેની અધિકારીનો દાવો છે કે આ હુમલા બાદ ઝેપોરીજિયા સ્થિત યુરોપના સૌથી મોટા પરમાણુ ઉર્જા કેન્દ્રમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેર્નોબિલથી 10 ગણો મોટો વિસ્ફોટ
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ ટ્વીટ કરીને કહ્યું કે રશિયન સેના યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ ઝાપોરિઝજયા એનપીપી  (Zaporizhzhia Nuclear Power Plant) પર ચારેબાજુથી ગોળીબાર કરી રહી છે. તેમણે કહ્યું કે આગ પહેલેથી લાગી ચૂકી છે. વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ આગ લાગ્યા બાદ રશિયન સૈનિકોને યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર હુમલો બંધ કરવા જણાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જો આ ઉડ્યું તો અહીં ચેર્નોબિલથી પણ 10 ગણો મોટો વિસ્ફોટ થશે. રશિયનોએ આ આગ તરત ઓલવવી જોઈએ. અત્રે જણાવવાનું કે 26 એપ્રિલ 1986 ના રોજ ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના ચોથા રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો. તેને અત્યાર સુધીની સૌથી ભયાનક પરમાણુ દુર્ઘટના કહેવામાં આવે છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube