મોસ્કોઃ Russia warns of Third World War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાત મહિના કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ક્રીમિયાને જોડનાર પુલ પર થયેલા હુમલા બાદ રશિયાએ રણનીતિમાં ફેરફાર કર્યો છે અને યુક્રેન પર જબરદસ્ત હુમલા કરી રહ્યું છે. તો યુક્રેને પણ રશિયા પર ઘણા પલટવાર કર્યાં છે. આ વચ્ચે રશિયન સિક્યોરિટી કાઉન્સિલના એક અધિકારીએ એક નિવેદન આપીને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું કે જો યુક્રેન અમેરિકાના નેતૃત્વવાળા નાટો મિલિટ્રીનો ભાગ બને છે તો પછી આ ઘટનાક્રમ ચોક્કસપણે થર્ડ વર્લ્ડ વોર તરફ લઈ જશે. રશિયાની ખુલી ચેતવણી બાદ દુનિયાભરમાં ડર વ્યાપી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા 30 સપ્ટેમ્બરે ઔપચારિક રૂપથી યુક્રેનના 18 ટકા સુધી કબજાની જાહેરાતની કલાકો બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નાટોના ફાસ્ટ-ટ્રેક સભ્ય પર વાત કહી. પરંતુ યુક્રેન માટે સંપૂર્ણ રીતે નાટોનું સભ્ય પદ હાસિલ કરવું દૂરની વાત છે, કારણ કે ગઠબંધનના બધા 30 સભ્યોએ પોતાની સહમતિ આપવી પડશે. TASS ના રશિયાની સુરક્ષા પરિષદના ઉપ સચિવ એલેક્ઝેન્ડર વેનેડિક્ટોવના હવાલાથી કહ્યું- કીવ સારી રીતે જાણે છે કે આ પ્રકારનું પગલું મતલબ ત્રીજા વિશ્વ યુદ્ધની ગેરંટી હશે.


આ પણ વાંચોઃ એક એવી જગ્યા જ્યાં પુત્રી જેવી જવાન થાય, પછી પિતા બનાવી લે છે પોતાની દુલ્હન


બધા દેશો પર થશે અસર, પરિણામ વિનાશકારી હશે
વેનેડિક્ટોવે કહ્યું કે આપણે યાદ રાખવું જોઈએ કે પરમાણુ સંઘર્ષ દુનિયાને પ્રભાવિત કરશે- ન માત્ર રશિયા અને સામૂહિક પશ્ચિમ, પરંતુ આ ઘટનીના બધા દેશ પર તેની અસર થશે. પરિણામ સમગ્ર માનવજાતિ માટે વિનાશકારી હશે. વેનેડિક્ટોવ, જે સુરક્ષા પરિષદના સચિવ અને પુતિનના એક શક્તિશાળી સહયોગી, નિકોલાઈ પેત્રુશેવના ડેપ્યુટી છે, તેમણે કહ્યું કે તેમને લાગે છે કે યુક્રેનની અરજી દુષ્પ્રચાર હતી કારણ કે પશ્ચિમે નાટોમાં યુક્રેનની એન્ટ્રીના પરિણામોને સમજ્યા. તેમણે કહ્યું- આ પ્રકારના પગલાની આત્મઘાતી પ્રકૃતિને નાટોના સભ્યો ખુદ સમજે છે. 


બાઇડેન બોલ્યા- દુનિયા કરી રહી છે મોટા જોખમનો સામનો
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નાટોના પૂર્વી તરફ વિસ્તારને પ્રોત્સાહન આપવા માટે અમેરિકા વિરુદ્ધ વારંવાર નિવેદન આપ્યું છે, વિશેષ રૂપથી યુક્રેન અને જોર્જિયા જેવા પૂર્વ સોવિયત ગણરાજ્યો માટે, જેને રશિયા પોતાના પ્રભાવ ક્ષેત્રના ભાગના રૂપમાં માને છે.21 સપ્ટેમ્બરના રોજ, પુતિને પશ્ચિમને ચેતવણી આપી હતી કે તેઓ ધૂમ મચાવતા નથી, જ્યારે તેમણે કહ્યું હતું કે તેઓ રશિયાના બચાવ માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર હશે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યુ કે 1962થી ક્યૂબા મિસાઇલ સંકટ બાદથી દુનિયા પરમાણુ હુમલાને લઈને સૌથી મોટા જોખમનો સામનો કરી રહી છે. નાટો આગામી સપ્તાહ સ્ટીડફા સ્ટ નૂન નામનું વાર્ષિક પરમાણુ તૈયારી અભ્યાસનું આયોજન કરવાનું છે. રશિયા અને અમેરિકા અત્યાર સુધીની સૌથી મોટી પરમાણુ શક્તિઓ છે. બંને દુનિયાના લગભગ 90 ટકા પરમાણુ હથિયારોને નિયંત્રિત કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube