COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Noodle Crisis in World: જો તમને પણ ઈન્સ્ટન્ટ નૂડલ્સ ખાવા બહુ ગમતા હોય તો તમારા માટે ખરાબ સમાચાર છે. દુનિયાભરમાં નૂડલ્સનું સંકટ ગાઢ બની રહ્યું છે. જેના કારણે કિંમત સતત વધી રહી છે. કિંમત વધવાનું કારણ દુનિયામાં ઘઉની અછત, વીજળી અને પરિવહનનો વધતો ખર્ચ છે. બાકી રહેલી કસર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે નીકળી રહી છે. જે સ્થિતિ વધુ બગાડી રહ્યું છે. આ ઉપરાંત ગત વર્ષે દુષ્કાળ, પૂર અને કોરોનાના કારણે ચીને ઘઉની કિંમતમાં 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ગાર્જિયનના રિપોર્ટ મુજબ ચીન કે જ્યાં નૂડલ્સ સૌથી વધુ  ખવાય છે ત્યાં 2 વર્ષમાં સૌથી ખાદ્ય ક્ષેત્રે સૌથી વધુ સમસ્યા જોવા મળી રહી છે. 


ઘઉનો ભાવ સતત વધી રહ્યો છે
રિપોર્ટ મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસના પ્રકોપ અને આપૂર્તિ શ્રેણીમાં ગડબડીના કારણે ઘઉની કિંમતો પહેલેથી ખુબ વધી ચૂકી હતી. જો કે યુક્રેનમાં સંઘર્ષના કારણે કિંમત નવેમ્બરમાં લગભગ 260 ડોલર પ્રતિ ટનથી લગભગ બમણી થઈને આ વર્ષ મેના મધ્યમાં લગભગ 475 ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં થોમસ એલ્ડર્સ માર્કેટ્સના એન્ડ્રયૂ વ્હાઈટલો મુજબ યુક્રેન પર રશિયાના આક્રમણે એક જ ઝટકે બજારમાંથી 30 ટકા ઘઉના શિપમેન્ટને બજારમાંથી હટાવી દીધા. 


અલગ અલગ દેશોમાં જોવા મળી રહી છે અસર
ચીનના એક કન્સ્લ્ટન્સી મિસ્ટીલે જણાવ્યું કે આ વર્ષની શરૂઆતથી ચીન પહેલેથી જ રિફાઈન્ડ લોટની કિંમતોમાં દસ ટકા વધારો જોઈ ચૂક્યું છે. ફર્મના જણાવ્યાં મુજબ ભાવમાં હજુ વધારો થઈ શકે છે. નૂડલ્સના સૌથી મોટા પ્રતિ વ્યક્તિ ગ્રાહક દેશ દ.કોરિયામાં ઘઉનું આયાત મૂલ્ય વધીને 400 ડોલર પ્રતિ ટન થઈ ગયું છે. જે ગત 13 વર્ષમાં સૌથી વધુ છે. જાપાનમાં સોબા નૂડલ્સ નામની ડિશ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એક પ્રકારના અનાજની અછત પણ ચિંતાનું કારણ બની છે. 


ગાર્જિયનના રિપોર્ટ મુજબ ઈન્ડોનેશિયાએ પણ સંભવિત સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. દેશના આર્થિક મામલાના મંત્રીએ સ્વિટ્ઝરલન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ સંમેલનમાં પણ આ મુદ્દાને ઉઠાવ્યો. મેલબર્ન યુનિવર્સિટીના આપૂર્તિ શ્રેણી વિશેષજ્ઞ ડો. મેડો પોરેન્ડરે ભવિષ્યવાણી કરી છે કે ઘઉની કિંમતોમાં હજુ પણ વધારો થઈ શકે છે. તેમના જણાવ્યાં મુજબ રશિયા યુક્રેન યુદ્ધ થવાના હાલ તો કોઈ સંકેત જોવા મળતા નથી. આ જ કારણ છે કે હજુ પણ નૂડલ્સ સંકટ યથાવત રહેશે. 


Afghanistan: એક સમયના જાણીતા TV એંકરની તાલિબાનના રાજમાં જુઓ કેવી થઈ ગઈ હાલત


Nupur Sharma Row: પાકિસ્તાનમાં નુપુર શર્માના સમર્થનમાં ઉઠ્યો અવાજ, મૌલાનાએ મુસલમાનો પર લગાવ્યો આ આરોપ


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube