Russia-Ukraine War Live Updates: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી દીધી. ત્યારબાદ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હવે યુક્રેને પણ રશિયા વિરુદ્ધ બરાબર મોરચો ખોલ્યો છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ સેનાને દેશભરમાં તૈનાતની આદેશ પર  હત્યાક્ષર કર્યા છે. આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો ઉપર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું કે રશિયા સામેની લડાઈમાં અમને એકલા મૂકી દીધા. જો કે આ બધા વચ્ચે રશિયા જેવા શક્તિશાળી દેશને ટચુકડું યુક્રેન જબરદસ્ત  ટક્કર આપી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાએ કહ્યું- યુક્રેનના 18 ટેંક નષ્ટ કર્યા, સ્નેક આયલેન્ડ પર કબ્જો જમાવ્યો
રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનના 18 ટેંક તબાહ કર્યા છે. આ ઉપરાંત 7 રોકેટ સિસ્ટમ ખરાબ કરી છે અને 41 મોટર વ્હીકલ નષ્ટ કર્યા છે. આ ઉપરાંત રશિયાની સેનાએ સ્નેક આયલેન્ડ ઉપર પણ કબજો જમાવ્યો છે. 


Melitopol માંથી રશિયન સેનાને ખદેડી
યુક્રેન ભલે નબળું દેખાઈ રહ્યું હોય પરંતુ તેણે હજુ પણ હાર માની નથી. કિવ તરફ રશિયાની સેના પહોંચે તે પહેલા એક નવી જાણકારી સામે આવી છે. કહેવાય છે કે Melitopol શહેર પર યુક્રેનની સેનાએ ફરીથી કબજો જમાવી દીધો છે. યુક્રેને આ સાથે International Atomic Energy Agency (IAEA) ને જાણકારી આપી છ ેકે ચેરનોબિલ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો વિસ્તાર હવે તેમના કંટ્રોલમાં નથી. 


કિવ પાસે પુલ ઉડાવ્યો
કિવ પાસે યુક્રેનની સેનાએ એક પુલ ઉડાવી દીધો છે. આવું તેમણે એટલા માટે કર્યું કારણ કે જેથી કરીને રશિયાની સેનાને ઘૂસતી રોકી શકાય. જો કે રશિયાના કેટલાક સૈનિકો પહેલેથી જ કિવમાં ઘૂસી ચૂક્યા છે. આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિએ પોતે આપી. 


હંગરી-રોમાનિયાથી થઈ શકે છે evacuation, એમ્બેસીએ ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડી
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે પ્રયત્નો તેજ થયા છે. ભારતીય વિદેશ મંત્રાલય કહી ચૂક્યું છે કે પોતાના નાગરિકોને બચાવવા માટે વૈકલ્પિક રીતો પર વિચાર થઈ રહ્યો છે. હવે હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં ભારતીય એમ્બેસીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડી છે. એમ્બેસીએ કહ્યું કે ભારત સરકાર અને ભારતની એમ્બેસી રોમાનિયા અને હંગરીમાં ઈવેક્યૂએશન પોઈન્ટ બનાવવાના પ્રયત્નોમાં લાગી છે. એમ્બેસીની ટીમ હંગરીની બોર્ડ રCHOP-ZAHONY અને રોમાનિયાની બોર્ડર PORUBNE-SIRET પર તૈયારી કરી રહી છે. ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે આ ઈવેક્યૂએશન પોઈન્ટ પર પહોંચવાનું સૂચન અપાયું છે. રૂટ ઓપરેશન થયા બાદ પોતાના વાહનોથી ટ્રાવેલ કરી રહેલા ભારતીયોને બોર્ડર ચેક પોઈન્ટ પર પહોંચવા માટે નિર્દેશ અપાશે. બાકી લોકોને હેલ્પલાઈન નંબરની મદદથી નિર્દેશિત કરાશે. વિદ્યાર્થીઓને પોતાના સ્ટુડન્ટ કોન્ટ્રાક્ટર સાથે સંપર્ક કરવાની સલાહ અપાઈ છે. જેથી કરીને એક સાથે ઈવેક્યૂએશન પોઈન્ટ સુધી પહોંચી શકાય. 


આ વાતોનું ધ્યાન રાખવું
-કોઈ ઈમરજન્સી સ્થિતિ માટે કેશ (શક્ય હોય તો અમેરિકી ડોલર) સાથે રાખવા
- શક્ય હોય તો કોવિડ-19 નું ડબલ વેરિફિકિશન સર્ટિફિકેટ સાથે રાખવું
- તમારો પાસપોર્ટ સાથે રાખવાનું ન ભૂલતા.
- જે ગાડીઓથી મુસાફરી કરી રહ્યા હોવ તેના પર મોટા આકારમાં ભારતનો ઝંડો પ્રિન્ટ કરીને ચિપકાવી લો. 


રશિયામાં પણ પુતિન વિરુદ્ધ પ્રદર્શન
જો કા આ રીતે યુક્રેન પર આક્રમણ કરવા બદલ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પોતાના જ ઘરમાં ઘેરાયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત 51 શહેરોમાં યુદ્ધ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. આ બાજુ આક્રોશિત લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. લગભગ 1400 લોકોને અત્યાર સુધીમાં અટકાયતમાં લેવાયા છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube