કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં સતત બંને દેશના સૈનિકો અને સામાન્ય લોકોના મોત થઈ રહ્યાં છે. યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયાના હુમલામાં યુક્રેનના 70થી વધુ સૈનિકોના મોત થવાના સમાચાર છે. રશિયાની તોપથી યુક્રેનના મિલિટ્રી બેસ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સૈનિકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હુમલો ઓખરિરકામાં થયો છે. આ શહેર ખારકીવ અને કિવની વચ્ચે આવું છે. આ હુમલાની જાણકારી ઓખરિરકાના ગવર્નર મિત્રો જિવિત્સકીએ ફેસબુક પર આપી છે. 


આ પહેલાં મંગળવારે ખારકીવના સેન્ટ્રલ ક્વાયરમાં આવેલ પ્રાદેશિક રાજ્ય વહીવટી ભવનને રશિયાની સેનાએ ઉડાવી દીધુ હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર આ હુમલામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં 1 બાળક પણ સામેલ છે. આ હુમલાનો વીડિયો સામે આવ્યો, જેમાં હુમલા બાદ બિલ્ડિંગ તબાહ થતી જોવા મળી છે. હુમલાને કારણે ત્યાં ઉભેલા વાહનોમાં પણ નુકસાન થયું હતું. 


આ પણ વાંચોઃ યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા માટે મોકલ્યા 400 કિલર્સ, હિટ લિસ્ટમાં 23 લોકોના નામ


ભારતીય વિદ્યાર્થીનું મોત
યુક્રેન પર રશિયાના હુમલાની સીધી અસર હવે ભારત પર જોવા મળી છે. યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. આ વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી છે. તેનું નામ નવીન હોવાનું સામે આવ્યુ છે. આ મામલાને લઈને ભારત સરકારે યુક્રેન અને રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી દીધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube