Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત! પીએમ મોદીની અપીલ જી20 નેતાઓએ સ્વીકારી
PM Modi એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. પીએમ મોદીની અપીલને જી20 નેતાઓએ માની લીધી છે. જંગ રોકવા માટે જી20 દેશોના નેતાઓમાં સહમતિ બની ગઈ છે.
બાલીઃ G20 Summit: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર મહોર લાગી ગઈ છે. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી હતી, જેના પર જી20 દેશના નેતાઓમાં સહમતિ બની ગઈ છે. જી20 સમિટ ઈન્ડોનેશિયામાં ચાલી રહી છે અને સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી ત્યાંના પ્રવાસે છે.
G20 નેતાઓ દ્વારા એક ડ્રાફ્ટ ઘોષણા યુક્રેનમાં યુદ્ધની સખત નિંદા કરવામાં આવી હતી, ભારપૂર્વક જણાવ્યું હતું કે તે વૈશ્વિક અર્થતંત્રમાં નબળાઈઓને વધારી રહ્યું છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ જી20 શિખર સંમેલનની શરૂઆત કરતા એકતાનું આહ્વાન કર્યું અને કહ્યું કે દુનિયા અસાધારણ પડકારનો સામનો કરી રહી છે અને યુદ્ધને કારણે વૈશ્વિક ખાદ્ય તથા ઉર્જા આપૂર્તિ ખતરામાં છે.
પીએમ મોદીએ કરી હતી અપીલ
આ પહેલા પીએમ મોદીએ મંગળવારે યુક્રેન વિવાદને ઉકેલવા માટે યુદ્ધવિરામ અને કૂટનીતિના રસ્તા પર પરત ફરવાનું આહ્વાન કર્યું હતું. સાથે રશિયન તેલ તથા ગેસની ખરીદ વિરુદ્ધ પશ્ચિમી દેશોના આહ્વાન વચ્ચે તેમણે ઉર્જાની આપૂર્તિ પર કોઈપણ પ્રતિબંધને પ્રોત્સાહન આપવાનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ બાલીમાં પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને કર્યાં સંબોધિત, જાણો શું બોલ્યા પ્રધાનમંત્રી
પીએમ મોદીએ વાર્ષિક જી20 શિખર સંમેલનના એક સત્રને સંબોધિત કરતા કહ્યુ કે જળવાયુ પરિવર્તન, કોવિડ-19 વૈશ્વિક મહામારી અને યુક્રેન સંકટને કારણે ઉભા થયેલા વૈશ્વિક પડકારોએ દુનિયામાં તબાહી મચાવી છે અને વૈશ્વિક સપ્લાય ચેનને અસર પહોંચી છે.
ભારતની જી20ની આગામી અધ્યક્ષતાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ કે તેમને વિશ્વાસ છે કે જ્યારે બુદ્ધ અને મહાત્મા ગાંધીની ધરતી પર જી-20 બેઠક થશે, તો આપણે એક સાથે વિશ્વ શાંતિનો મજબૂત સંદેશ આપીશું. ખાદ્ય તથા ઉર્જા સુરક્ષા પર બોલાવવામાં આવેલા સત્રમાં પીએમ મોદીએ વૈશ્વિક સમસ્યાઓની અસર પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને કહ્યું કે વિશ્વમાં જરૂરી વસ્તુઓનું સંકટ છે અને દરેક દેશના ગરીબ નાગરિકો માટે પડકાર વધી ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube