G20 Summit: બાલીમાં ભારતીય મૂળના લોકોને બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે ભારત

G20 Summit in Bali:  જી-20 સમિટમાં ભાગ લેવા બાલી પહોંચેલા પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. બાલીના જે હોલમાં પીએમ મોદીનું સંબોધન હતું ત્યાં પહોંચતા લોકોએ મોદી-મોદી, ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. 

G20 Summit: બાલીમાં ભારતીય મૂળના લોકોને બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે ભારત

બાલીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સંમેલન દરમિયાન બાલીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે જે જગ્યાની સાથે ભારતનો હજારો વર્ષનો સંબંધ રહ્યો છે, જ્યાં અનેક પેઢીઓ પસાર થઈ, પરંતુ જ્યાં લોકોએ પોતાની પરંપરાને જીવંત રાખી ત્યાંના લોકો, તે ધરતી પર આવીને એક અલગ આનંદ મળે છે. પીએમ મોદીએ કહ્યું કે, અનેક પેઢી પસાર થઈ ગઈ પરંતુ તમે ક્યારેય પોતાની પરંપરાને દૂર થવા દીધી નથી. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે જ્યારે હું તમને અહીં સંબોધિત કરી રહ્યો છું તો અહીંથી 1500 કિલોમીટર દૂર ભારતના કટકમાં બાલી જાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધની નિશાની છે. 

પીએમ મોદીએ કહ્યું કે આપણે હંમેશા વાતચીતમાં કહીએ છીએ કે આ નાની દુનિયા છે. ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોને લઈને વાત ફિટ બેસે છે. દરિયાના વિશાળ મોજાઓએ ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોની લહેરોની જેમ ઉમંગથી ભરી અને જીવંત રાખી છે. 

— ANI (@ANI) November 15, 2022

પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે હું અહીં પાછલી વાર જકાર્તામાં હતો તો ઈન્ડોનેશિયાના લોકોના પ્રેમને ખુબ નજીકથી જોયો છે અને અનુભવ્યો છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોજી સાથે પતંગ ચગાવવાની જે મજા આવી હતી તે અદ્ભૂત હતી. મારી તો ગુજરાતમાં મકરસંક્રાતિ પર પતંગ ઉડાવવાની મોટી ટ્રેનિંગ છે. 

પીએમ મોદીએ ઈન્ડોનેશિયાની સાથે ભારતના સંબંધોને યાદ કરતા કહ્યું કે બાલીની ધરતી મહર્ષિ માર્કન્ડેય અને અગસ્ત્યના તપથી પવિત્ર છે. ભારતમાં જો હિમાલય છે તો ઈન્ડોનેશિયામાં આગુંગ છે. ભારતમાં જો ગંગા છે તો બાલીમાં તીર્થ ગંગા છે. અમે ભારતમાં દરેક કામની શરૂઆત શ્રીગણેશથી કરીએ છીએ. અહીં પણ શ્રી ગણેશ ઘર-ઘરમાં બિરાજમાન છે. 

— ANI (@ANI) November 15, 2022

અયોધ્યાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનો પાયો મુકવામાં આવે છો તો આપણે પણ ઈન્ડોનેશિયાની રામાયણ પરંપરાને ગર્વથી યાદ કરીએ છીએ. આજે ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીયો અયોધ્યાના દર્શન કરવા ઈચ્છે છે. 

પીએમ મોદીએ કહ્યું કે ભારતનું ટેલેન્ટ, ભારતની તકનીક, ભારતનું ઈનોવેશન અને ભારતની ઈન્ડસ્ટ્રીએ આજે દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. તેમણે કહ્યું કે 2014 પહેલા અને 2014 બાદ ભારતમાં સ્પીડ અને સ્કેલમાં મોટો ફેરફાર થયો છે. આજે ભારત અભૂતપૂર્વ સ્પીડથી કામ કરી રહ્યું છે અને અવિશ્વસનીય સ્કેલ પર કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજનું ભારત નાનું વિચારતું નથી. આજે ભારત સૌથી ઝડપી આગળ વધતી ઇકોનોમી છે. આજે ભારત મોટા લક્ષ્ય નક્કી કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news