Russia-Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિનો અત્યંત ભાવુક Video, કહ્યું- હું અને મારા પત્ની-બાળકો દુશ્મનનો નંબર વન ટાર્ગેટ, અમે ગદ્દાર નથી
યુક્રેન પર ગુરુવારે થયેલા રશિયાના હુમલા બાદ દેશમાં ઠેર ઠેર તબાહી જોવા મળી રહી છે. રશિયા યુક્રેનની રાજધાની કિવને ઘેરવાની કોશિશમાં છે. આ બધા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનો એક વીડિયો સંદેશ સામે આવ્યો છે.
નવી દિલ્હી: યુક્રેન પર ગુરુવારે થયેલા રશિયાના હુમલા બાદ દેશમાં ઠેર ઠેર તબાહી જોવા મળી રહી છે. રશિયા યુક્રેનની રાજધાની કિવને ઘેરવાની કોશિશમાં છે. આ બધા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનો એક વીડિયો સંદેશ સામે આવ્યો છે. જેમાં તેઓ તેમની પત્ની અને બાળકોની વાત કરતા ભાવુક થયેલા જોવા મળી રહ્યા છે. જેલેન્સ્કી કહી રહ્યા છે કે રશિયાના નિશાના પર સૌથી પહેલા હું છું અને બીજા નંબરે મારો પરિવાર છે. જેલેન્સ્કીએ યુક્રેની અધિકારીઓને પણ ચેતવણી આપી છે કે રશિયા રાજધાની કિવમાં ઘૂસી ગયું છે. જેલેન્સ્કીનું કહેવું છે કે તેઓ અને તેમનો પરિવાર ગદ્દાર નથી અને યુક્રેન છોડીને ભાગી જશે નહીં.
વીડિયોમાં ભાવુક અવસ્થામાં જેલેન્સ્કી કહી રહ્યા છે કે હું યુક્રેનમાં છું, મારો પરિવાર યુક્રેનમાં છે, મારા બાળકો યુક્રેનમાં છે, તેઓ ગદ્દાર નથી...તેઓ યુક્રેનના નાગરિક છે. અમને જાણકારી મળી છે કે દુશ્મને પહેલો ટાર્ગેટ મને બનાવ્યો છે. મારો પરિવાર તેમનો બીજો ટાર્ગેટ છે.
રશિયા મને ખતમ કરવા માંગે છે
જેલેન્સ્કીએ પોતાના ભાવુક સંદેશમાં કહ્યું કે રશિયાની સરકાર તેમને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ (રશિયા) દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજનીતિક નુકસાન પહોંચાડવા માંગે છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube