Russia-Ukraine War: રશિયા સાથે યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન, કહ્યું- નાટોમાં સામેલ નહીં થાય યુક્રેન
રશિયાની સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મોટુ નિવેદન આપ્યુ છે. ઝેલેન્સ્કીએ કહ્યુ કે યુક્રેન નાટોમાં સામેલ થશે નહીં.
કિવઃ રશિયાની સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ઝેલેન્સ્કીએ કહ્યુ કે યુક્રેન નાટોમાં સામેલ થશે નહીં. રશિયાની ન્યૂઝ એજન્સી પ્રમાણે ઝેલેન્સ્કીનું કહેવુ છે કે યુક્રેને આ તથ્યનો સ્વીકાર કરવો જોઈએ કે તે નાટોમાં સામેલ થશે નહીં.
તો બીજી તરફ યુક્રેન અને રશિયાએ વધુ એક તબક્કાની વાતચીત કરવા માટે કૂટનીતિક વાતચીતનો રસ્તો ખુલેલો છે. તો રશિયન સેના યુક્રેનના ઘણા શહેરો પર આક્રમણ કરી રહી છે, જેનાથી માનવીય સંકટ ઉભુ થયું છે. મંગળવારે વહેલી સવારે કિવમાં મોટો ધમાકો થયો અને રશિયાએ અનેક મોર્ચા પર પોતાની મજબૂતી બનાવી લીધી હતી. બીજી તરફ રશિયાની સેનાએ ઘેરાબંધીવાળા શહેર મારિયુપોલથી 160 નાગરિકોની કારોનો કાફલો નિર્ધારિત માનવીય ગલિયારાથી રવાના થયો હતો.
આ પણ વાંચોઃ Russia Ukraine Crisis: યુદ્ધને કારણે દર મિનિટે એક બાળક બની રહ્યું છે શરણાર્થીઃ સંયુક્ત રાષ્ટ્ર
બંને દેશો વચ્ચે નવી વાર્તા વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ અને તે ઉચ્ચ સ્તરના અધિકારીઓની ચોથા રાઉન્ડની વાર્તા છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયન નેતાઓને કહ્યુ છે કે તેમના દેશ દ્વારા યુક્રેન પર કરવામાં આવેલો હુમલો તેને ઉલટો પડશે અને આર્થિક પ્રતિબંધોને કારણે તેના લોકો તેને નફરત કરશે. વોલદિમીર ઝેલેન્સ્કીએ એક વીડિયોમાં કહ્યુ હતુ- તમારા પર (રશિયા પર) યુદ્ધ અપરાધમાં સામેલ થવા માટે ચોક્કસપણે કેસ ચલાવવામાં આવશે.
યુક્રેનના નેતાએ કહ્યુ કે પશ્ચિમે હુમલાને કારણે રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે, જેના પરિણામ રશિયાના તમામ લોકોએ ભોગવવા પડશે. તેમણે કહ્યું કે રશિયાના નેતાઓથી ત્યાંના નાગરિક જ નફરત કરશે, જેને તે વર્ષોથી દરરોજ છેતરી રહ્યાં છે. ઝેલેન્સ્કીએ કહ્યુ- જ્યારે તેને તમારા જૂઠનો અનુભવ, પોતાના ખિસ્સા, ઓછી થતી સંભાવના પર થશે અને રશિયાના બાળકોનું ભવિષ્ય અંધકારમાં જવાનો અનુભવ થશે તો તે તમારાથી નફરત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube