Russia Ukraine War: રશિયાએ યુક્રેન સામે ઉતાર્યું સૌથી ભયંકર હથિયાર, થોડી જ સેકન્ડોમાં નષ્ટ કર્યું હથિયારોનું વેરહાઉસ
ધ સનના રિપોર્ટ અનુસાર રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, તેમણે છેલ્લા 24 દિવસોથી ચાલી રહેલા યુદ્ધમાં પહેલી વખત હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. આ હાઈપરસોનિક મિસાઈલનું નામ `કિંજલ`(Kinzhal Missile) અથવા ડેગર છે.
Russia Ukraine War: રશિયા યુક્રેન પર હવે પોતાની તમામ શક્તિથી હુમલાઓ કરી રહ્યું છે. પરંતુ નાનકડું યુક્રેન ટસથી મસ થવા તૈયાર નથી. યુક્રેન પર વળતો જવાબ આપી રહ્યું છે. ત્યારે યુક્રેન વિરુદ્ધ સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન ચલાવી રહેલું રશિયા હજુ સુધી રાજધાની કીવ પર કબજો કરી શક્યું નથી. યુક્રેન હવે રશિયાને ઝૂકાવવા માટે પોતાના ભંડારમાંથી ખતરનાક હથિયારો બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે.
દુનિયાની સૌથી ખતરનાક હાઈપરસોનિક મિસાઈલ
ધ સનના રિપોર્ટ અનુસાર રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, તેમણે છેલ્લા 24 દિવસોથી ચાલી રહેલા યુદ્ધમાં પહેલી વખત હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. આ હાઈપરસોનિક મિસાઈલનું નામ 'કિંજલ'(Kinzhal Missile) અથવા ડેગર છે. મોસ્કોનો દાવો છે કે તેની કિંજલ મિસાઈલ દુનિયામાં અજેય છે. જો તે એકવાર લોન્ચ થઈ જાય તો દુનિયાની કોઈ પણ એર ડિફેન્સ તેને રોકી શકે તેમ નથી.
ખુશખબર! રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે આ દેશ ભારતને પુરું પાડશે ફૂડ ઓઈલ! આપ્યું મોટું વચન
યુક્રેનનું ભૂગર્ભ શસ્ત્રોનું વેરહાઉસ થયું નષ્ટ
રિપોર્ટ અનુસાર, રશિયાનું કહેવું છે કે તેણે શુક્રવારે કિંજલ મિસાઈલથી હુમલો કરીને વાન-ફ્રેન્કિવસ્ક વિસ્તારમાં યુક્રેનના ભૂગર્ભ હથિયારોના વેરહાઉસને નષ્ટ કરી દીધું. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યુક્રેનિયન શસ્ત્રોનો વેરહાઉસ ઇવાનો-ફ્રેન્કિવસ્ક વિસ્તારના ડેલિયાટિન ગામમાં બનાવવામાં આવ્યું હતું. યુક્રેને આ વેરહાઉસમાં મોટી માત્રામાં દારૂગોળો છુપાવ્યો હતો. રશિયન ઈન્ટેલિજન્સે આ ગુપ્ત વેરહાઉસ શોધી કાઢ્યું અને પછી કિંજલ મિસાઈલથી તેના પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધું.
આવાજથી પણ 10 ઘણી વધારે તેજ સ્પીડ
સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ પહેલીવાર યુક્રેન વિરુદ્ધ આ ખતરનાક હથિયારનો ઉપયોગ કર્યો છે. જો કે, યુક્રેન પર હુમલો કરતા પહેલા રશિયાએ તેનો ઉપયોગ સીરિયામાં ISISના આતંકવાદીઓ વિરુદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હતો. કિંજલ મિસાઈલ એટલી ખતરનાક છે કે તે અવાજની ગતિ કરતા લગભગ 10 ગણી વધુ ઝડપથી ઉડે છે અને તેને દુનિયાની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી શકાતી નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ મિસાઈલને રશિયા માટે એક આદર્શ હથિયાર ગણાવ્યું હતું.
ભારત-PAK ફરી એકવાર થશે આમને સામને; 27 ઓગસ્ટથી શ્રીલંકામાં રમાશે એશિયા કપ
1250 મીલ સુધી કરી શકે છે માર
કિંજલ એક પરમાણુ શક્તિ સંપન્ન મિસાઈલ છે. જોકે, યુક્રેનના વેરહાઉસ પર હુમલો કરનાર મિસાઈલમાં પરમાણુ બોમ્બ નહોતો. રશિયાનું કહેવું છે કે આ મિસાઈલ 1250 માઈલ સુધી માર કરી શકે છે અને અમેરિકા સહિત પશ્ચિમી દેશોને આ મિસાઈલનો કોઈ તોડ નથી. રશિયન પ્રમુખ પુતિને ગત મહિને પશ્ચિમી દેશોને સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે જો તેઓ યુક્રેન મામલે કોઈ સળી કરશે તો તેનો જવાબ આપવા માટે તેમની પાસે કિંજલ જેવી હાઇપરસોનિક મિસાઇલોનો ભંડાર છે.
યુક્રેન પર રશિયાનો ગુસ્સો ફાટી નીકળ્યો
તમને જણાવી દઈએ કે યુક્રેનને નાટોમાં સામેલ થવાથી રોકવા માટે રશિયાએ તેની વિરુદ્ધ વિશેષ સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને 24 દિવસ થઈ ગયા છે, પરંતુ રશિયા હજુ સુધી યુક્રેનની રાજધાની કિવ પર કબજો જમાવી શક્યું નથી અને ન તો તેના શસ્ત્રોના ભંડારને ખતમ કરી શક્યું છે. તેનાથી પરેશાન થઈને રશિયાએ હવે યુક્રેન વિરુદ્ધ પોતાના ખતરનાક હથિયારોનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
ખારકીવ પર કર્યો હતો વેક્યૂમ બોમ્બનો ઉપયોગ
યુક્રેન પર કિંજલ મિસાઈલ છોડતા પહેલા રશિયાએ તેની સામે વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. તેણે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં આ બોમ્બ ફેંક્યો હતો. આ બોમ્બ તે વિસ્તારમાં ઓક્સિજનની માત્રાને ઓછી કરીને લોકોના ફેંફસાને ફેલ કરે છે, જેના કારણે દુશ્મન યાતનામાં મરી જાય છે. ત્યારબાદ, તેણે પોલેન્ડ સરહદને અડીને આવેલા યુક્રેનના Lviv શહેરમાં એરફિલ્ડ પર શુક્રવારે 4 ક્રૂઝ મિસાઈલ છોડી હતી. આ મિસાઇલોનું વજન લગભગ 1,600 કિલોગ્રામ છે જેમાં વોરહેડ્સનો સમાવેશ થાય છે અને તેને 400 માઇલથી વધુની રેન્જથી ફાયર કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube