રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલ સપ્લાય માટે આગળ આવ્યો આ દેશ, ભારતને મદદ કરવાનું વચન આપ્યું

ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ વધુમાં જણાવ્યું હતું કે, જો બન્ને દેશ રૂપિયા રિયાલ વેપાર ફરીથી શરૂ કરે છે, તો દ્વિપક્ષીય વેપાર 30 અરબ ડોલર સુધી પહોંચી શકે છે. જાણી લો કે ઈરાન, ભારતનો બીજો સૌથી મોટો તેલ સપ્લાયર હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલ સપ્લાય માટે આગળ આવ્યો આ દેશ, ભારતને મદદ કરવાનું વચન આપ્યું

નવી દિલ્હી; રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર પડી રહી છે. ત્યારે ભારતમાં ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા ભારતને મદદની ઓફર કરતાં જણાવ્યું હતું કે તેમનો દેશ ક્રૂડ ઓઈલ અને ગેસની નિકાસ માટે રૂપિયા-રિયાલ વેપાર ફરીથી શરૂ કરવા માટે તૈયાર છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજે ભારત માટે આ એક સારા સમાચાર મળ્યા છે.

રૂપિયા-રિયાલ વેપાર શરૂ કરી શકે છે બન્ને દેશ
ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ વધુમાં જણાવ્યું હતું કે, જો બન્ને દેશ રૂપિયા રિયાલ વેપાર ફરીથી શરૂ કરે છે, તો દ્વિપક્ષીય વેપાર 30 અરબ ડોલર સુધી પહોંચી શકે છે. જાણી લો કે ઈરાન, ભારતનો બીજો સૌથી મોટો તેલ સપ્લાયર હતો, પરંતુ અમેરિકીના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા બાદ ભારતે આયાત બંધ કરવી પડી હતી.

ઉર્જા જરૂરિયાતો પુરી કરવા ઈરાન તૈયાર
એમવીઆઈઆરડીસી વિશ્વ વેપાર કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં ચેગેનીના હવાલાથી કહેવામાં આવ્યું કે, "ઈરાન તેલ અને ગેસની નિકાસ માટે રૂપિયા-રિયાલ વેપાર શરૂ કરીને ભારતની ઊર્જા સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા તૈયાર છે."

રૂપિયા-રિયાલ વેપાર તંત્રથી થશે આ ફાયદો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "રૂપિયા - રિયાલ ટ્રેડિંગ મિકેનિઝમ બંને દેશોની કંપનીઓને એકબીજા સાથે સીધો વ્યવહાર કરવામાં અને થર્ડ પાર્ટી આર્બિટ્રેશન ખર્ચને ટાળવામાં મદદ કરી શકે છે."

જાણી લો કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા છે. દરમિયાન રશિયાએ જાહેરાત કરી છે કે તે ક્રૂડ ઓઈલ સસ્તા ભાવે વેચશે. પશ્ચિમી દેશો સતત દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારત અને અન્ય દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવું જોઈએ. જોકે, ભારતે હજુ સુધી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો ઈન્કાર કર્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news