Russia Ukraine War LIVE Updates: રશિયા અને યુક્રેન વચ્ચે જંગ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂકી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બ વરસાવી રહી છે જ્યારે ખારકિવમાં ભારે સંઘર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે આગામી 24 કલાક યુક્રેન માટે કપરા છે. રિપોર્ટ્સ મુજબ રશિયાના હુમલામાં યુક્રેનના 352 સામાન્ય નાગરિકોના મોત થયા છે. જેમાં 14 બાળકો પણ સામેલ છે. રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવને ચારેબાજુથી ઘેરી લીધી છે. હવે કિવ પર કબજાની ફાઈનલ જંગ શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે રશિયન સેનાએ કિવમાં ઘરો પર બોમ્બ વરસાવ્યા છે. કહેવાય છે કે યુક્રેનના ઓખ્તિરકા સૈન્ય બેસ પર રશિયાની સેનાનો મોટો હુમલો થયો છે. આ હુમલામાં 70થી વધુ યુક્રેની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુદ્ધમાં એક ભારતીયનું મોત
ભારતીય વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે યુદ્ધગ્રસ્ત યુક્રેનના ખારકીવ શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. 


યુક્રેન-રશિયાના યુદ્ધની સાથે જ બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં, જાણો શું કહ્યું હતું પુતિન વિશે?


ભારતે યુક્રેનના પડોશી દેશોનો આભાર માન્યો
UNGA  ના 11માં ઈમરજન્સી સત્રમાં યુક્રેન પર યુએન માં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ તિરુમૂર્તિએ કહ્યું કે વિવાદનું શાંતિપૂર્ણ સમાધન ભારતની સતત સ્થિતિ રહી છે. ભારત સરકારનું માનવું છે કે કૂટનીતિના રસ્તે પાછા ફર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ભભારત યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની તત્કાળ વાપસીના પ્રયત્નો કરવા માટે જે પણ કરી શકે છે તે કરે છે. આ મહત્વપૂર્ણ માનવીય જરૂરિયાતને તરત સંબોધિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે હું યુક્રેનના તમામ પડોશી દેશોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમણે અમારા નાગરિકો માટે પોતાની સરહદો ખોલી અને કર્મીઓને સુવિધાઓ આપી. અમે અમારા પડોશી અને વિકાસશીલ દેશોના ફસાયેલા લોકોની મદદ માટે તૈયાર છીએ. 


તુર્કી પાસેથી મળેલા આ ટચૂકડા ઘાતક હથિયારથી રશિયાના નાકમાં દમ લાવી રહ્યું છે યુક્રેન, ખાસ જાણો


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક
યુક્રેનના હાલાત પર સંયુક્ત રાષ્ટ્ર પણ એક્ટિવ મોડમાં છે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીની ઈમરજન્સી બેઠક બાદ હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ યુક્રેનના હાલાત પર ફરીથી બેઠક બોલાવી છે. પરિષદ દ્વારા આ જાણકારી અપાઈ છે કે યુક્રેનના પ્રતિનિધિ તરફથી 28 ફેબ્રુઆરીના રોજ અપાયેલા પત્રના એજન્ડા પર આ બેઠક થશે. માનવતાને લઈને બનેલા હાલાત પર ચર્ચા થશે. આ બેઠક સાંજે 3 વાગે પ્રસ્તાવિત છે. 


રશિયાએ કિવ અને ખારકિવમાં બોમ્બ વરસાવ્યા
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બે દિવસ પહેલા જ કિવ પર હુમલા તેજ કરવાના આદેશ આપ્યા હતા. એક રાતની શાંતિ બાદ રશિયાની સેનાએ કિવ અને ખારકિવમાં ભારે બોમ્બવર્ષા કરી. કિવમાં અનેક ધડાકાના અવાજ સંભળાયા છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube