Russia Ukraine War: રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ધાતક બની રહ્યું છે અને તેના ભરડામાં સમગ્ર વિશ્વના દેશોને મોટી અસર પડી રહી છે. બન્ને દેશો વચ્ચે શનિવારે 24 દિવસ પુરા થઈ ગયા છે, તેમ છતાં યુક્રેન રશિયા સામે નતમસ્તક થવા તૈયાર નથી. પરંતુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે યુદ્ધમાં એક ઈસ્લામિક દેશ પણ પીસાઈ રહ્યો છે. જેણે હવે મદદ માટે ભારત પાસે હાથ લંબોવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા-યુક્રેન યુદ્ધથી દુનિયામાં ઘઉંની તંગી
જોકે, વિશ્વભરમાં દર વર્ષે લગભગ 200 મિલિયન ટન ઘઉંની નિકાસ કરવામાં આવે છે. આ નિકાસમાં રશિયા અને યુક્રેનની ભાગેદારી 50-50 મિલિયન ટનની માનવામાં આવે છે, જ્યારે બાકી 100 મિલિયન ટનમાં દુનિયાના બાકી દેશ આવે છે.


ઈસ્લામિક દેશ લેબનાનમાં ભૂખમરાનો ખતરો
રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે બંને દેશોની ઘઉંની નિકાસ અચાનક બંધ થઈ ગઈ છે. જેના કારણે ઘઉં પર નિર્ભર વિશ્વના ઘણા દેશોમાં અનાજની અચાનક તીવ્ર અછત સર્જાઈ છે. આ દેશોમાં ઈસ્લામિક દેશ લેબનોન (લેબેનોન વ્હીટ ક્રાઈસીસ) પણ સામેલ છે. તે પોતાની જરૂરિયાતના લગભગ 60 ટકા એટલે કે 50 હજાર ટન ઘઉં રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. હવે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંનો આ પુરવઠો બંધ થઈ ગયો છે. જેના કારણે લેબનોનમાં તેની વસ્તીને ખવડાવવા માટે ઘઉંનો અનામત સ્ટોક સમાપ્ત થઈ રહ્યો છે.


ભારતની સામે મદદનો હાથ ફેલાવ્યો
તુર્કીની ન્યૂઝ એજન્સી અનુસાર, લેબનાનના અર્થતંત્ર અને વેપાર મંત્રી અમીન સલામે લેબનોનમાં ભારતના રાજદૂત ડૉ.સોહેલ એજાઝ ખાન સાથે મુલાકાત કરી. આ મીટિંગ દરમિયાન લેબનીઝ મંત્રીએ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંનો પુરવઠો બંધ થવાની માહિતી આપી અને ભારતને મદદ માટે અપીલ કરી.


અમે લેબનોનમાં ઘઉં પહોંચાડીશું: ભારત
રિપોર્ટ અનુસાર, ભારતના રાજદૂત ડૉ. સોહેલ એજાઝ ખાને લેબનીઝ મંત્રીને મદદનું આશ્વાસન આપ્યું છે. રાજદૂતે કહ્યું કે ભારત પાસે ઘઉંનો પૂરતો સ્ટોક છે અને તે લેબનોનને સપ્લાય કરવા માટે મદદ કરશે.


અહેવાલ અનુસાર, લેબનાને તેના અનાજ સંકટને દૂર કરવા માટે તુર્કી અને અન્ય દેશો સાથે પણ વાતચીત કરી છે. તેમને ચિંતા છે કે દેશમાં ઘઉંનો અનામત સ્ટોક સતત ખતમ થઈ રહ્યો છે. જો દેશમાં સમયસર ઘઉંની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો લાખો લોકોને ભૂખમરાની સમસ્યાનો સામનો કરવો પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube