Russia Ukraine War: ક્યારે ખતમ થશે જંગ? સોમવારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આમને-સામને હશે રશિયા-યુક્રેન
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને રોકવા માટે યુક્રેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી છે. જેના પર સોમવારે સુનાવણી થશે.
નવી દિલ્હીઃ મોસ્કોના સૈન્ય અભિયાનોને રદ્દ કરવાના આદેશ આપવા માટે કીવ દ્વારા માંગવામાં આવેલા ઇમરજન્સી ઉપાયો પર સુનાવણીમાં યુક્રેન અને રશિયા સોમવારે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઈસીજે) માં આમને-સામને હશે. તો રશિયાની કાયદાકીય ટીમના એક મુખ્ય વકીલ એલેન પેલેટે રાજીનામું આપ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર ન્યાયાલયમાં યુક્રેન દ્વારા દાખલ કરવામાં આવેલા મામલામાં નરસંહાર રોકવા પર 1948ની સંધીની વ્યાખ્યા પર રશિયા અને યુક્રેન બંનેએ સહી કરી છે. સંધિમાં કોર્ટને વિવાદોનો ઉકેલ લાવવા માટે મંચના રૂપમાં સ્થાપિત કરવામાં આવી છે.
મહત્વનું છે કે યુક્રેને કેસમાં તર્ક આપતા કહ્યું કે, તે વાતનો કોઈ પૂરાવો નથી કે પૂર્વી યુક્રેનમાં નરસંહાર થયો છે કે થશે. સાથે યુક્રેન પર રશિયાની પાસે કાર્યવાહી કરવાનો કોઈ કાયદેસર આધાર નથી. તો બીજીતરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યુ કે, પૂર્વી યુક્રેનમાં લોકોની રક્ષા કરવા માટે સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 'યૂક્રેનમાં મહિલાઓનો રેપ કરી રહ્યા છે રશિયન સૈનિકો, જંગ વચ્ચે મંત્રીનો મોટો દાવો
અગાઉ, ICJના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, "હાલની રોગચાળાની સ્થિતિને જોતા, આ સુનાવણી હાઇબ્રિડ મોડમાં હાથ ધરવામાં આવશે." કોર્ટના માત્ર થોડા સભ્યો જ ગ્રેટ હોલ ઓફ જસ્ટિસમાં મૌખિક કાર્યવાહીમાં રૂબરૂ હાજરી આપશે, જ્યારે અન્ય સભ્યો વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે અથવા વર્ચ્યુઅલ રીતે સામેલ થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે યુક્રેને 26 ફેબ્રુઆરીએ આઈસીજેમાં એક અરજી દાખલ કરી રશિયા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરી હતી અને ન્યાયાલયને યુક્રેનમાં તમામ સૈન્ય અભિયાનોને તત્કાલ રોકવા માટે કહેવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube