Russia News: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને તખ્તાપલટનો ડર સતાવવા લાગ્યો છે. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ રશિયાની પ્રાઈવેટ આર્મી 'વેગનર' ના બોસ યેવગેની પ્રિગોઝિન દ્વારા મોસ્કોના સૈન્ય નેતૃત્વ વિરુદધ યુદ્ધની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ પ્રિગોઝિને રોસ્તોવ શહેર પર 'નિર્વિરોધ' માર્ચ કરવાનો દાવો પણ કર્યો છે. ત્યારબાદથી રશિયામાં તખ્તાપલટની આશંકાઓ વધી રહી છે. પ્રિગોઝિને રક્ષામંત્રી સર્ગઈ શોઈગુને હટાવવા અને રશિયાના સૈન્ય નેતાઓને દંડિત કરવાની કસમ ખાધા બાદ પોતાની અસાધારણ કાર્યવાહી શરૂ કરી. તેમણે આ લોકો પર હવાઈ હુમલામાં પોતાના 'સેંકડો' ભાડાના સૈનિકોને મારવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિગોઝિને એવો પણ દાવો કર્યો કે રશિયન સેનાના ટોચના અધિકારી વ્લાદિમિર પુતિનને ખોટું બોલી રહ્યા છે અને યુક્રેનમાં નુકસાન છૂપાવવા માટે 2000થી વધુ સૈનિકોની લાશોને છૂપાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ વેગનર સેનાએ શુક્રવાર રાતે રોસ્તોવમાં પ્રવેશ કર્યો. પ્રિગોઝિને જાહેરાત કરી કે તેઓ દેશના સૈન્ય નેતૃત્વને ઉખાડી ફેંકવા માટે 'જરૂરી તમામ પગલાં' ભરશે. તેમણે કહ્યું કે જે કોઈ પણ અમારા  રસ્તામાં આવશે અમે તેને નષ્ટ કરી દઈશું...અમે આગળ વધી રહ્યા છીએ અને અંત સુધી વધીશું. 


રસ્તાઓ પર ટેંક
બીજી બાજુ રશિયાના સૈન્ય વાહનો (ટેંક અને બખ્તરબંધ) મોસ્કો અને રોસ્તોવ ઓન ડોન ના રસ્તાઓ પર જોવા મળ્યા છે જ્યાં સરકારી અધિકારીઓએ રહીશોને પોતાના ઘરોમાં રહેવા માટે જણાવ્યું છે. રશિયાની TASS સમાચાર એજન્સીએ સુરક્ષા સેવાના એક સૂત્રના હવાલે જણાવ્યું કે મોસ્કોમાં સરકારી ઈમારતો, પરિવહન સુવિધાઓ અને અન્ય પ્રમુખ સ્થાનો પર શુક્રવારે રાતે સુરક્ષા વધારવામાં આવી હતી. 


કોરોના બાદ હવે દુનિયા પર આ નવા જીવલેણ વાયરસનું જોખમ, WHO એ આપી ચેતવણી


PM મોદીને મળ્યા બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ ગુજરાત માટે કરી મોટી જાહેરાત


સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારે હાજરી અંગે બહાર પાડ્યો નવો નિયમ


પુતિનને અપાઈ પૂરી જાણકારી
વ્લાદિમિર પુતિનના પ્રવક્તાએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિને પ્રિગોઝિનના દાવાથી અવગત કરાયા છે. અને જરૂરી ઉપાય કરવામાં આવી રહ્યા છે. તેમણે હજુ સુધી વિદ્રોહ પર જાહેર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. આ બધા વચ્ચે રશિયાના રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો છે કે પ્રિગોઝિનના આરોપો સાચા નથી. 


એફએસબી સુરક્ષા સેવાઓએ તે પહેલા કહ્યું હતું કે તેમણે પ્રિગોઝિન વિરુદ્ધ અપરાધિક તપાસ શરૂ કરી દીધી છે અને તેમના પર સશસ્ત્ર વિદ્રોહ ભડકાવવાનો આરોપ લગાવતા તેમની ધરપકડની માંગણી કરી. 


જો કે જમીની હકીકત અસ્પષ્ટ જોવા મળી રહી છે. પરંતુ આ પ્રકરણ પુતિન માટે સૌથી મોટું આંતરિક સૈન્ય સંકટ દેખાઈ રહ્યું છે. જેનો સામનો પુતિને ગત વર્ષ ફેબ્રુઆરીમાં યુક્રેન પર પૂર્ણ રીતે આક્રમણનો આદેશ આપ્યા બાદ કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube