કોરોના બાદ હવે દુનિયા પર આ નવા જીવલેણ વાયરસનું જોખમ, WHO ની ચેતવણી-એકસાથે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ શકે
WHO Alert: આ અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે દુનિયાને ચેતવણી આપી છે કે મૌસમનું જરૂરિયાત કરતા વધુ ગરમ હોવાના કારણે ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે.
Trending Photos
આ અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે દુનિયાને ચેતવણી આપી છે કે મૌસમનું જરૂરિયાત કરતા વધુ ગરમ હોવાના કારણે ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. અલ નીનોની ચાર વર્ષ બાદ વાપસી થઈ રહી છે. જેનાથી દુનિયાભરમાં ખુબ જ ગરમ મૌસમ અને કૃષિ વિક્ષેપનું જોખમ તોળાઈ રહ્યું છે. મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે અલ નીનો આખરે છે શું?
ત્યારે તમને જણાવી દઈએ કે ઉષ્ણ કટિબંધીય પ્રશાંત વિસ્તારમાં સમુદ્રી તાપમાન અને વાયુમંડળની પરિસ્થિતિઓમાં આવેલા ફેરફારને અલ નીનો કહેવામાં આવે છે. જે સમગ્ર વિશ્વના હવામાનને અસ્ત વ્યસ્ત કરી દે છે. તે વારંવાર ઘટતી મૌસમી ઘટના છે.
મચ્છ જે આ વાયરસને ઝડપથી ફેલાવે છે તે ગરમ હવામાનમાં ખુબ ફૂલેફાલે છે. તેના કારણે વાયરસ દુનિયાભરના દેશોમાં ફેલાઈ શકે છે. ટ્રોપિકલ બીમારીઓ (ઉષ્ણકટિબંધીય બીમારીઓ) પહેલેથી જ સાઉથ અમેરિકન દેશોમાં વધી રહી છે. એશિયામાં પણ તેનું ઘણું વધુ જોખમ તોળાઈ રહ્યું છે. પેરુ જેવા દેશ પહેલેથી જ આ વર્ષે જરૂરિયાતથી વધુ ડેંગ્યુના કેસ વધતા સ્ટેટ ઈમરજન્સી જાહેર કરી ચૂક્યા છે. પેરુમાં આ વર્ષે રેકોર્ડ દોઢ લાખ ડેંગ્યુના કેસ સામે આવ્યા.
ડેંગ્યુ-ચિકનગુનિયા વધારશે ટેન્શન
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ચેતવણી આપી છે કે દેશની હેલ્થ સિસ્ટમ પર ખુબ વધુ બોજો પડી શકે છે. થાઈલેન્ડમાં જૂનના પહેલા સપ્તાહ દરમિયાન ડેંગ્યુના 19503 કેસ સામે આવી ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષમાં આ સૌથી વધુ છે. કંબોડિયા અને મલેશિયા જેવા દેશોમાં પણ ડેંગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. સિંગાપુર તરફથી પણ જૂનથી ઓક્ટોબર વચ્ચે કેસ વધવા અંગે ચેતવણી અપાઈ છે. અન્ય બીમારીઓ પણ ઝડપથી વધી રહી છે. સાઉથ અમેરિકન દેશ પરાગુઆમાં ગત વર્ષના અંતથી લઈને અત્યાર સુધીમાં ચિકનગુનિયાથી મોતના 40 કેસ સામે આવી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે