રશિયાનો 500 કિલોનો બોમ્બ નિકળ્યો `સુરસૂરિયું`, ફેંક્યો પણ ફૂટ્યો જ નહી!
જોકે આ બોમ્બ 500 કિલોનો છે. રશિયાના આ ભારે બોમ્બનું નામ FAB-500 છે. જેની તસવીર યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કરી છે. તેમણે નાટો સાથે આ તસવીર શેર કરીને યુક્રેનિયન એરસ્પેસને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની અપીલ કરી છે.
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે સતત 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં રશિયા તેના તમામ ઘાતક હથિયારો વડે યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી યુક્રેનને ઘણું નુકસાન થયું છે. યુદ્ધની વચ્ચે ઘાતક રશિયન બોમ્બની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આ બોમ્બની તસવીર વાયરલ થવા પાછળનું કારણ શું છે.
રશિયાનો 500 કિલોનો બોમ્બ
જોકે આ બોમ્બ 500 કિલોનો છે. રશિયાના આ ભારે બોમ્બનું નામ FAB-500 છે. જેની તસવીર યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કરી છે. તેમણે નાટો સાથે આ તસવીર શેર કરીને યુક્રેનિયન એરસ્પેસને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની અપીલ કરી છે.
રશિયન સેનાએ આ બોમ્બ યુક્રેનના ચેર્નિહિવના રહેણાંક વિસ્તારમાં તાક્યો હતો. આ બોમ્બ એક ઈમારતની છત પર પડ્યો હતો પરંતુ વિસ્ફોટ થયો ન હતો. કુલેબાએ ટ્વીટ કર્યું કે રશિયન સેનાએ દેશ પર હુમલો કર્યો ત્યારથી ઘણા બોમ્બ ફેંકવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેન પર આવા ઘણા બોમ્બ ફેંક્યા છે.
Petrol-Diesel prices: આજ રાતથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો લેટેસ્ટ અપડેટ
ખૂબ જ શક્તિશાળી છે આ બોમ્બ
આ બોમ્બના વિસ્ફોટને કારણે છેલ્લા 11 દિવસમાં યુક્રેનના ઘણા નાગરિકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આ યુદ્ધને રોકવાનો એકમાત્ર રસ્તો યુક્રેનની એરસ્પેસ બંધ કરીને દેશને ફાઇટર જેટની સપ્લાય કરવાનો છે. યુક્રેનના પ્રાદેશિક અધિકારીના જણાવ્યા અનુસાર રશિયાએ ચેર્નિહાઇવ શહેરના રહેણાંક વિસ્તારો પર શક્તિશાળી બોમ્બ ફેંક્યા છે.
શું છે FAB-500
FAB-500 એ સોવિયેત દ્વારા રચાયેલ 500-kg (1,100 પાઉન્ડ) હાઇ-એક્સપ્લોઝિવ હવાઈ બોમ્બ છે. જેનો ઉપયોગ મુખ્યત્વે રશિયન એરફોર્સ, ભૂતપૂર્વ સોવિયેત પ્રજાસત્તાકો અને તેના ક્લાયન્ટ દેશો દ્વારા કરવામાં આવે છે. તેનું પ્રથમ મોડલ M-54 હતું જે 1954માં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં સિંગલ-નોઝ ફ્યુઝ છે અને સોવિયેત એરક્રાફ્ટના મોટાભાગના મોડલ સાથે લઈ જઈ શકાય છે.
CNG Price Hike : પેટ્રોલ પહેલાં વધી ગયા સીએનજીના ભાવ, આવતી કાલથી મળશે આ ભાવે
FAB-500 નું M62 વેરિએન્ટ
FAB-500 નો ઉપયોગ 1980 ના દાયકા દરમિયાન સોવિયેત અને સહયોગી અફઘાન દળો દ્વારા અફઘાનિસ્તાન પર મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ સીરિયન ગૃહ યુદ્ધ દરમિયાન પણ થયો હતો. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સૈન્ય FAB-500 ના M62 વેરિએન્ટનો ઉપયોગ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube