કિવઃ રશિયા હવે યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે રશિયાના હવાઈ હુમલાથી યુક્રેન ધણધણી ઉઠ્યું છે. જંગનો ચોથો દિવસ એટલે કે રવિવારની સવાર યુક્રેન માટે ફરી મુશ્કેલી લઈને આવી છે. હકીકતમાં રશિયન સૈનિકોએ યુક્રેન પર સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ બીજા સૌથી મોટા સહેર ખારકીવમાં ગેસ પાઈપલાઇન ઉડાવી દીધી છે. તેમાં ચારે તરફ ધુમાડો ફેલાયો અને કહેવામાં આવી રહ્યું છે કે આસપાસના વાતાવરણમાં ઝેરી હવા ફેલાઈ ગઈ છે. આ કારણે ખારકીવમાં હવે ગેસને કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રશિયન સેનાએ દેશના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં એક ગેસ પાઇપલાઇનને ઉડાવી દીધી. આ ધમાકો એટલો જબરદસ્ત હતો કે તેના કારણે એક મશરૂમ ક્લાઉડ બની ગયું. આ તબાહીનું કારણ બની શકે છે. 


શ્વાસ લેવામાં થઈ શકે છે મુશ્કેલી
તો સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન પ્રોટેક્શન તરફથી રશિયાના હુમલા બાદ ચેતવણી આપવામાં આવી શે કે સ્થાનીક લોકો પોતાના ઘરની બારીઓ ખોલે નહીં. સાથે સલાહ આપવામાં આવી છે કે લોકો પોતાના નાક પર ભીનું કપનું રાખે, જેથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી ન થાય. જેટલું બની શકે એટલું પાણી પીવે. ખાવામાં પણ પ્રવાહી વસ્તુને મહત્વ આપે. 


આ પણ વાંચોઃ 'ત્રીજુ વિશ્વ યુદ્ધ' જ વિકલ્પ... યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જો બાઇડેનનું નિવેદન 


ઝેરી ગેસ ખતરનાક બની શકે છે
સરકાર તરફથી જાહેર એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાઇપલાઇનને કારણે નિકળેલો ઝેરી ગેસ ખતરનાક હોઈ શકે છે. જેથી તેમાંથી બચાવ કરવો ખુબ જરૂરી છે. તો યુક્રેનના એક અધિકારીએ ઇરીના વેનેડિક્તોવાએ કહ્યું કે રશિયન સેના ખારકીવ પર કબજો કરવા ઈચ્છે છે. જેથી એક ભયંકર લડાઈ ચાલી રહી છે. 


શહેરના કેન્દ્રમાં ગોળીબારી
એજન્સી પ્રમાણે 15 લાખની વસ્તીવાળા શહેર ખારકીર રશિયાની સરહદથી આશરે 40 કિલોમીટર દૂર છે. રશિયાના સૈનિકોએ શહેરના કેન્દ્રથી 4 કિમી દૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટ્રીની બહાર પણ ગોળીબારી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube