આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ હોકી મેચ દરમિયાન પડ્યા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો આઈસ હોકી રમતો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો આઈસ હોકી રમતો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. અનેક જાણીતી હસ્તીઓ સાથે રમાયેલી હોકી સદભાવના મેચ અને હોકી કૂટનીતિની પુતિને પ્રશંસા કરી. રશિયાના રાષ્ટ્રપતિએ આ મેચને લોકોને નજીક લાવવાનો એક પ્રયત્ન ગણાવ્યો. જો કે મેચ બાદ દર્શકોનું અભિવાદન કરતી વખતે પુતિન ઊંધા મોઢે પડી ગયા હતાં. જો કે તેમની ટીમના બે સહયોગી તરત જ તેમની મદદ માટે આગળ વધ્યાં પરંતુ તેઓ કોઈ પણ મદદ વગર જાતે જ ઊભા થઈ ગયા હતાં. પુતિનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
કાનમાં ખંજવાળથી ખુબ પરેશાન હતો યુવક, ડોક્ટરે જોયું તો ઉડી ગયા હોશ, તમે પણ જુઓ VIDEO
રશિયાના સોચી સ્થિત બ્લેક સી રિસોર્ટમાં બોલશોઈ આઈસ એરિનામાં રશિયન સ્ટાર્સની ટીમ અને પુતિન તથા તેમના સહયોગીઓ વચ્ચે શુક્રવારે આ સદભાવના મેચ રમાઈ હતી. મેચમાં પુતિને પોતાના સહયોગીો સાથે મળીને હરીફ ટીમ સામે 9 ગોલ કર્યાં. મેચના ફૂટેજનું રવિવારે સાંજે પ્રસારણ થયું હતું. હોકી મેચ દરમિયાન પુતિને પત્રકારોને કહ્યું કે, "આ મેચ લોકોને નજીક લાવશે." પરંપરાગત 11 નંબરની જર્સી પહેરીને રમી રહેલા પુતિને કહ્યું કે, "આ હંમેશા લોકોને મદદ કરે છે."
રમતના શોખીન 66 વર્ષના આ રશિયન નેતાએ રશિયામાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ખુબ કામ કર્યું છે. આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાઉલી નીનિસ્તો સાથે આઈસ હોકી રમી ચૂક્યા છે.
વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...