વોશિંગ્ટન: યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ઓઈલની ખરીદી પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની ભારતની ટીકાનો ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો છે. અમેરિકાના પ્રવાસે પહોંચેલા જયશંકરે સોમવારે રાતે એક સવાલના જવાબમાં કહ્યું કે ભારત રશિયા પાસેથી જેટલું ઓઈલ એક મહિનામાં ખરીદે છે એટલું તો યુરોપીયન દેશ એક દિવસના બપોર સુધીમાં ખરીદી લે છે. આ અગાઉ બાઈડેને કહ્યું હતું કે રશિયા પાસેથી ઓઈલ ખરીદી વધારવી એ  ભારતના હિતમાં નથી. બાઈડેન ભારતને રશિયા પાસેથી સસ્તું ઓઈલ ન ખરીદવા પર જ્ઞાન આપી રહ્યા હતા પરંતુ પોતાના યુરોપીયન મિત્ર દેશોની ઉર્જા આયાત પર મૌન ધારણ કરીને  બેઠા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયશંકરે રશિયા પાસેથી ભારતની ઓઈલ આયાત પર કહ્યું કે જો તમે (ભારતના) રશિયા પાસેથી ઓઈલ ખરીદીનો ઉલ્લેખ કરી રહ્યા છો તો હું તમને કહીશ કે તમારું ધ્યાન યુરોપ તરફ હોવું જોઈએ. અમે અમારી ઉર્જા સુરક્ષા માટે કેટલીક ઉર્જા ખરીદીએ છીએ. પરંતુ જો આંકડા પર નજર ફેરવીએ તો મને લાગે છે કે અમારી ઓઈલની ખરીદી જેટલી એક મહિનામાં થાય છે તે યુરોપ જેટલી એક દિવસમાં બપોર સુધી ખરીદે છે તેના કરતા ઓછી હશે. આ અગાઉ બાઈડેને પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ મુલાકાતમાં રશિયા સાથે ઓઈલ આયાતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 


બાઈડેને સોમવારે પીએમ મોદી સાથે મુલાકાતમાં રશિયા પાસેથી ઓઈલની ખરીદી વધારવી ભારતના હિતમાં નથી એમ જણાવ્યું હતું. બાઈડેને આશ્વાસન આપ્યું હતું કે અમેરિકા ઉર્જા આયાતમાં વધુ વિવિધતા લાવવામાં ભારતની મદદ કરવા તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ  હાઉસે આ જાણકારી આપી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ પત્રકારોને કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેને પીએમ મોદી સાથે થયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ ટિપ્પણી કરી. જેન સાકીએ પીએમ મોદી-બાઈડેન મુલાકાત બાદ પત્રકારોને કહ્યું કે બેઠક રચનાત્મક રહી અને ભારત સાથેના સંબંધ અમેરિકા અને રાષ્ટ્રપતિ બાઈડેન માટે ખુબ મહત્વપૂર્ણ છે. 


આ વર્ચ્યુઅલ બેઠકમાં બાઈડેને કહ્યું કે રશિયા પાસેથી તેલની આયાતમાં વધારો કરવો કે તેમાં તેજી લાવવી એ ભારતના હિતમાં નથી. અત્રે જણાવવાનું કે હાલ ભારત પોતાની જરૂરિયાતનું એકથી બે ટકા ઓઈલ રશિયા પાસેથી જ્યારે 10 ટકા ઓઈલ અમેરિકા પાસેથી આયાત કરે છે. ભારત અમેરિકાનું સૌથી મોટું ઉર્જા બજાર છે. પ્રવક્તા સાકીએ કહ્યું કે અમેરિકા ઉર્જા સંસાધનોમાં વધુ વિવિધતા લાવવામાં ભારતની મદદ કરવા માટે તૈયાર છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે ભારતનું રશિયા પાસેથી ઓઈલ અને ગેસની ખરીદી કરવી એ કોઈ પણ પ્રતિબંધનો ભંગ નથી. 


PM મોદી વિશે ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક ઈચ્છા, પણ સત્તામાંથી બેદખલ થતા રહી ગઈ અધૂરી


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube