PM મોદી વિશે ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક ઈચ્છા, પણ સત્તામાંથી બેદખલ થતા રહી ગઈ અધૂરી

ભારત વિરુદ્ધ ડગલે ને પગલે કાવતરું રચવું અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બરાબરી કરવાના ધમપછાડામાં ઈમરાન ખાન એટલા મશગૂલ રહ્યા કે તેમને બીજુ કઈ દેખાયું જ નહીં. પરિણામ એ આવ્યું કે હવે તેમના હાથમાંથી સત્તા જતી રહી.

PM મોદી વિશે ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક ઈચ્છા, પણ સત્તામાંથી બેદખલ થતા રહી ગઈ અધૂરી

ઈસ્લામાબાદ: ભારત વિરુદ્ધ ડગલે ને પગલે કાવતરું રચવું અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બરાબરી કરવાના ધમપછાડામાં ઈમરાન ખાન એટલા મશગૂલ રહ્યા કે તેમને બીજુ કઈ દેખાયું જ નહીં. પરિણામ એ આવ્યું કે હવે તેમના હાથમાંથી સત્તા જતી રહી અને મોટી કાર્યવાહીની તલવાર તેમના માથે લટકી રહી છે. 

ઈમરાન ખાનની આ ઈચ્છા રહી અધૂરી
ઈમરાન ખાને થોડા સમય પહેલા રશિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટીવી પર નરેન્દ્ર મોદી સાથે ડિબેટ કરવા ઈચ્છે છે. પણ તેમની આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ. પીએમ મોદીની બરાબરી કરવામાં તેમની પીએમ પદની ખુરશી જતી રહી. જો કે ઈમરાન ખાને છેલ્લે છેલ્લે ભારતના ભરપેટ વખાણ કર્યા. પરંતુ પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ મોટાભાગે પ્રધાનમંત્રી મોદી અને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જ જોવા મળ્યા. 

ઈમરાન ખાને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં કોઈ કચાશ બાકી રાખી નહીં. તેમણે દુનિયાના દરેક મંચ પર ભારતને બદનામ કરવાની કોશિશ કરી. પરંતુ સફળ થયા નહીં. જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો ઈમરાન ખાન અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેમના હોશ ઠેકાણે લાવી દીધા. નવા પાકિસ્તાનનું સપનું બતાવીને પાકિસ્તાનમાં સત્તામાં આવેલા ઈમરાન ખાને જો ભારત સાથે સારા સંબંધો પર ભાર મૂક્યો હોત તો કદાચ સ્થિતિ કઈક અલગ જ હોત. પરંતુ તેમણે પોતાના પાડોશી સાથે સંબંધ સુધારવાની જગ્યાએ તેમને મૂંઝવણમાં મૂકવાનું કામ કર્યું. પુલવામા બાદ બંને દેશો વચ્ચે સંબંધ બગડતા જ ગયા. આ હુમલા બાદ ભારતે નક્કી કરી લીધુ હતું કે તે પાકિસ્તાનને અલગથલગ કરી નાખશે અને ભારત તેમાં સફળ પણ રહ્યું. 

અમેરિકાની નારાજગી વ્હોરી
પાકિસ્તાને ભારતને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણીને પોતાની નીતિઓને તે મુજબ આકાર આપવાનું શરૂ કરી દીધુ. તેણે ચીન સાથે મિત્રતા વધારી. રશિયાની પણ નજીક પહોંચવાની કોશિશ કરી. તેની પાછળ ઈચ્છા તો ભારતને ઘેરવાની જ હતી. જો કે તે રશિયા અને ભારત વચ્ચેની કેમિસ્ટ્રી સમજી શક્યું નહીં. ઉલ્ટુ તેના ચીન અને રશિયા તરફી પ્રેમના કારણે અમેરિકા નારાજ થઈ ગયું. આ સાથે જ અફઘાનિસ્તાનમાં ઈમરાન ખાને જે પ્રકારે બેવડી નીતિ અપનાવી તેણે પણ પાકિસ્તાન પ્રત્યેની અમેરિકાની સોચને પ્રભાવિત કરી. તેનાથી ઉલટુ અમેરિકાની ચીનને એશિયા પ્રશાંતમાં માત આપવાની ઈચ્છા ભારતને તેની નજીક લાવી. અમેરિકાને એ વાતનો અહેસાસ થઈ ગયો કે આ વિસ્તારમાં જો કોઈ ચીનને ટક્કર આપી શકે તો તે ફક્ત ભારત જ છે. 

પોતાની તમામ ચાલ નાકામ જોતા ઈમરાન ખાને 'મુસ્લિમ કાર્ડ' પણ ખેલ્યું. તેમણે સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિત અન્ય મુસ્લિમ દેશોને સાથે આવવાની અપીલ પણ કરી. ઈમરાન ખાન ઈચ્છતા હતા કે મુસ્લિમ દેશો સાથે મળીને કાશ્મીર જેવા મુદ્દે ભારત માટે મુશ્કેલી ઊભી કરશે પરંતુ એવું  બન્યું નહી. સાઉદી અરબ અને યુએઈ જેવા દેશો પાકિસ્તાનના રણનીતિક ભાગીદાર છે પરંતુ તેઓ ભારતના પણ પરંપરાગત મિત્રો છે. પીએમ મોદીની વિદેશ નીતિના કમાલના કારણે ઈમરાન ખાન પોતાની આ યોજના પણ સફળ થઈ શક્યા નહીં. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ દરજ્જાનો અંત થયા બાદ દરેક મંચે આ મુદ્દો ઉઠાવ્યો.  પરંતુ કોઈનું પણ સમર્થન મળ્યું નહીં. 

આ રીતે મળ્યો અંતિમ ઝટકો
પીએમ મોદીએ યુએઈ, ઈરાન, ઈઝરાયેલ, અને સાઉદી અરબ જેવા દેશો સાથે સંબંધ એટલા મજબૂત કરી નાખ્યા કે દરેક સમયે આ દેશ ભારતની પડખે જોવા મળ્યા. જે ઈમરાન ખાન માટે સૌથી મોટી હાર હતી. ઈમરાન ખાનને આખરી ઝટકો ત્યારે મળ્યો જ્યારે તેમણે રશિયા સાથે નીકટતા વધારવાની કોશિશ કરી અને તે જ સમયે યુક્રેન પર હુમલો થઈ ગયો. ભારતે આ સમયે પણ રશિયાને એકલું છોડ્યું નહી. આ સાથે જ અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે પણ પોતાના સંબંધ પ્રભાવિત થવા દીધા નહીં. અહીં જ ઈમરાન ખાન બરાબર ફસાઈ ગયા. 

ઈમરાન ખાને ચીન અને રશિયા માટે પોતાના સૌથી જૂના મિત્ર અમેરિકા સાથે દુશ્મનાવટ કરી લીધી. એટલું જ નહીં તેમણે અમેરિકા સાથે સંબંધ સુધારવાની સંભાવનાનો પણ અંત આણી દીધો. તેઓ સતત આરોપ લગાવતા રહ્યા કે અમેરિકાના ઈશારે તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે અમેરિકા તરફથી તેમને ધમકીભર્યો પત્ર મળ્યો છે. બધુ મળીને કહીએ તો ઈમરાન ખાન પોતે જ પોતાની જાળમાં ફસાઈ ગયા. ભારત સાથે વેર લેવામાં અને પીએમ મોદીની બરાબરી કરવાના ચક્કરમાં તેઓ એવા પગલાં ઉઠાવતા રહ્યા કે જે તેમની પીએમ પદની ખુરશી પર ભારે પડી ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news