નિમેય : કોરોનાની મહામારીના કારણે સમગ્ર વિશ્વ ડરેલું છે. આ કોરોના વચ્ચે આફ્રીકન દેશ નાઇઝરમાં એક એવી ઘટના ઘટી કે બધા જ લોકોનાં હોશ ઉડી ગયા. સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી કે હવે વિશ્વનો અંત થઇ જશે. આફ્રીકન દેશ નાઇઝરની રાજધાનીમાં મોટું રેતીનું તોફાન આવ્યું. આ દરમિયાન અચાનક સમગ્ર આકાશ લાલ થઇ ગયું. આખાશનો રંગ બદલાઇ ગયો. લોકો તેને જોઇને પરેશાન થઇ ગયા અને ડરી ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ઘટના દિવસ: વિશાખાપટ્ટનમ,રાયગઢ બાદ હવે કુડ્ડાલોરમાં વિસ્ફોટ, 7 ઘાયલ

લોકોએ ટ્વીટર પર ફોટો નાખવાનાં પણ ચાલુ કર્યા. લોકોએ લખ્યું કે, નાઇઝરમાં રેતીનાં તોફાનો બાદ વાદળોનો રંગ બદલાઇ ગયો અને લાલ થઇ ગયો. લોકડાઉન વચ્ચે સોશિયલ મીડિયા પર શેર કરાયેલી આ તસ્વીરોને જોઇને લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અનેક લોકો જણાવી રહ્યા છે કે, આ વિશ્વનો અંત છે.


ગોલ્ડમેનનાં નામથી પ્રખ્યાત સમ્રાટનું મોત, શરીર પર કરોડોનું સોનું પહેરતો હતો

એક યુઝરે લખ્યું કે, નાઇઝરથી આજ અવિશ્વસનીય તસ્વીરો સામે આવી છે. અહીં મારે ભાઇ અને તેનો પરિવાર રહે છે. નાઇઝરમાં સેંડસ્ટોર્મનાં કારણે વાદળો પણ લાલ થઇ ગયા. મળતી માહિતી અનુસાર શુષ્ક હવામાન દરમિયાન પશ્ચિમી આફ્રીકામાં ધુળનાં તોફાનો આવે છે. આ દરમિયાન ગર્જના અને ગાંડાતુર પવનની સાથે ધુળની ડમરીઓ ઉડે છે. અનેક વખત તેના કારણે આકાશ પણ લાલ થઇ જાય છે.


મુંબઇની હોસ્પિટલમાં મૃતદેહોની વચ્ચે ચાલી રહી છે કોરોના દર્દીઓની સારવાર, ઉઠ્યા સવાલ

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકો આ તસ્વીરો એટલા માટે પણ ખુબ શેર કરી રહ્યા છે કારણ કે તે અગાઉ તેમણે આવી ઘટના ક્યારે પણ જોઇ નહોતી. આકાશ અચાનક લાલ થઇ ગયું. આ લોકો માટે કુતુહલ અને અદ્ભુત ઘટના છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર આ તસ્વીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે. નાઇજરની રાજધાનીમાં દિવસે 2 વાગ્યે હવામાન અચાનક પલટાઇ ગયું. સ્થાનિક મીડિયા અનુસાર રેતીનાં લાંબા તોફાનોના કારણે અસ્થાઇ રીતે હવાઇ વ્યવહાર અટકાવી દેવાયો હતો. કેટલાક રિપોર્ટ અનુસાર કેટલાક લોકો એટલા ગભરાઇ ગયા કે તેઓ ઘરનાં બદલે રસ્તાઓ પર ભાગવા લાગ્યા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube