દુર્ઘટના દિવસ: વિશાખાપટ્ટનમ,રાયગઢ બાદ હવે કુડ્ડાલોરમાં વિસ્ફોટ, 7 ઘાયલ

કોરોનાને કારણે સમગ્ર દેશમાં બે તબક્કામાં 40 દિવસથી લોકડાઉન પુર્ણ થયા બાદ ત્રીજા તબક્કામાં અનેક શરતો સાથે દરેક ઝોનમાં થોડી થોડી રાહ આપવામાં આવી છે. જો કે આ રાહત આજે ગુરૂવારે 3 મોટી દુર્ઘટનાનું સાક્ષી બન્યું. વિશાખાપટ્ટનમ અને રાયગઢ બાદ હવે કુંડ્ડાલોરમાં પણ મોટી દુર્ઘટના થઇ. દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થઇ ગયા.
દુર્ઘટના દિવસ: વિશાખાપટ્ટનમ,રાયગઢ બાદ હવે કુડ્ડાલોરમાં વિસ્ફોટ, 7 ઘાયલ

કુડ્ડાલોર : કોરોનાને કારણે સમગ્ર દેશમાં બે તબક્કામાં 40 દિવસથી લોકડાઉન પુર્ણ થયા બાદ ત્રીજા તબક્કામાં અનેક શરતો સાથે દરેક ઝોનમાં થોડી થોડી રાહ આપવામાં આવી છે. જો કે આ રાહત આજે ગુરૂવારે 3 મોટી દુર્ઘટનાનું સાક્ષી બન્યું. વિશાખાપટ્ટનમ અને રાયગઢ બાદ હવે કુંડ્ડાલોરમાં પણ મોટી દુર્ઘટના થઇ. દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થઇ ગયા.

કોરોનાને કારણે દેશમાં 2 તબક્કામાં 40 દિવસનો લોકડાઉન પુર્ણ થયા બાદ ત્રીજા તબક્કામાં અનેક શરતોની સાથે દરેક ઝોનમાં થોડી રાહત આપવામાં આવી છે. પરંતુ આ રાહત આજે ગુરૂવારે 3 મોટી દુર્ઘટનાઓનું સાક્ષી બન્યું. વિશાખાપટ્ટનમ અને રાયગઢ બાદ હવે કુડ્ડાલોરમાં પણ મોટી દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થઇ ગયા છે.

તમિલનાડુનાં કુડ્ડાલોરમાં નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન (NLC) માં બોઇલર ફાટી ગયું. શરૂઆતી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, તેના વિસ્ફોટમાં 7 લોકો ઘાયલ થયા છે. જેમાં 4ની સ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તમિલનાડુ પોલીસ, અગ્નિશમન સેવાઓ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયરની 5 ગાડીઓને લગાવાઇ છે. કુડ્ડાલોરમાં એક બોઇલર વિસ્ફોટ પહેલા આજે દેશમાં 2 મોટી દુર્ઘટના થઇ ચુકી છે. સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીક દુર્ઘટના બાદ બપોરે છત્તીસગઢનાં રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં દુર્ઘટના થઇ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news