નવી દિલ્હી: આપણા સૂર્ય મંડળ(Solar System) માં શનિ (Saturn) એક રહસ્યમય ગ્રહ છે. આ ગ્રહ એક ખાસ પ્રકારના વલયથી ઘેરાયેલો છે. વૈજ્ઞાનિકોએ માહિતી મેળવી છે કે શનિ ગ્રહ પર હીરાનો વરસાદ થાય છે. આવો જ માહોલ ગુરુ  (Jupiter) ગ્રહ ઉપર પણ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણથી થાય છે હીરાનો વરસાદ
શનિ ગ્રહનો આકાર આપણી પૃથ્વી કરતા 9 ગણો મોટો છે. તે આપણા સૂર્યમંડળનો બીજો સૌથી મોટો અને ભારે ગ્રહ છે. જે સૂર્યથી 140 કરોડ કિમીના અંતરે આવેલો છે. શનિ ગ્રહને સૂર્યની પરિક્રમા કરવામાં 30 વર્ષ લાગે છે. એટલે કે શનિ ગ્રહ પર દિવસ અને રાત 30 વર્ષના હોય છે. શનિ ગ્રહના વાયુમંડળમાં મીથેન ગેસના વાદળો હોય છે. હવે અંતરિક્ષની વિદ્યુત ઉર્જા આ મીથેનના વાદળો સાથે અથડાય છે ત્યારે મીથેન ગેસના અણુઓમાંથી કાર્બન મુક્ત થાય છે. જ્યારે આ કાર્બન શનિના ગુરુત્વાકર્ષણના કારણે નીચે આવે છે ત્યારે ત્યાનું ઉચ્ચ તાપમાન અને વાયુમંડળના દબાણને કારણે કડક ગ્રેફાઈટમાં ફેરવાઈ જાય છે. આ હીરાનો આકાર એક સેન્ટીમીટરથી લઈને એક મિલિમીટર સુધીનો હોઈ શકે છે. 


હવે TV પરથી કરી શકશો વીડિયો કોલિંગ, Google એ એંડ્રોઇડ ટીવી પર લોન્ચ કર્યું Duo


કેવી રીતે ખુલ્યું આ રહસ્ય?
હકીકતમાં શનિ અને ગુરુના વાયુમંડળ અને વાતાવરણ પર શોધનું કામ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના જેટ પ્રોપેલ્શન લેબોરેટરીમાં ચાલે છે. જ્યાં આ ગ્રહોના આંકડાનું વિશ્લેષણ થાય છે. આ કામમાં ડો.કેવિન વ્રેન્સ નામના વૈજ્ઞાનિકો લાગેલા હતાં. જેમણે આ બંને ગ્રહોથી પ્રાપ્ત આંકડાનું વિશ્લેષણ કરીને તારણ કાઢ્યું છે કે આ બંને ગ્રહો પર ક્રિસ્ટર સ્વરૂપે કાર્બન ભારે પ્રમાણમાં રહેલો છે. જે ઉચ્ચ તાપમાન અને વાયુમંડળીય દબાણના કારણે હીરામાં ફેરવાય છે. 


Apple Event: એપલે લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી સસ્તી સ્માર્ટ વોચ


હજારો ટન હીરાનો વરસાદ
ધરતી પર હીરા ઊંડી ખાણમાંથી મળી આવે છે. જ્યાં ઉચ્ચ તબાણ અને તાપમાનના કારણે કોલસારૂપી કાર્બન હીરામાં ફેરવાઈ જાય છે. પરંતુ શનિ અને ગુરુ ગ્રહો પર આમ થતું નથી. અહીં દર વર્ષે હજારો ટન હીરાનો વરસાદ થાય છે. આ બંને ગ્રહો પર ધરતીની જેમ હીરો કોઈ દુર્લભ વસ્તુ નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube