વિદેશીઓની હજ યાત્રાને લઇ સાઉદી અરબના નિર્ણયમાં ફેરફાર, માત્ર આ લોકોને મળશે મંજૂરી
સાઉદી અરબ (Saudi Arabia)એ તેના અગાઉના નિર્ણયને બદલતા 1 હજાર વિદેશીઓને હજ (Haj pilgrimage) કરવાની મંજરી આપી છે. જો કે, આ મંજૂરી તે વિદેશીઓને આપી છે જે હાલ સઉદી અરબમાં વસવાટ કરી રહ્યાં છે. દુનિયાના બાકી ભાગમાં રહેતા વિદેશી મુસ્લિમો આ વર્ષે હજ યાત્રા કરી શકશે નહીં. તેમને મક્કા-મદીના આવવા માટે 1 વર્ષ રાહ જોવી પડશે.
નવી દિલ્હી: સાઉદી અરબ (Saudi Arabia)એ તેના અગાઉના નિર્ણયને બદલતા 1 હજાર વિદેશીઓને હજ (Haj pilgrimage) કરવાની મંજરી આપી છે. જો કે, આ મંજૂરી તે વિદેશીઓને આપી છે જે હાલ સઉદી અરબમાં વસવાટ કરી રહ્યાં છે. દુનિયાના બાકી ભાગમાં રહેતા વિદેશી મુસ્લિમો આ વર્ષે હજ યાત્રા કરી શકશે નહીં. તેમને મક્કા-મદીના આવવા માટે 1 વર્ષ રાહ જોવી પડશે.
આ પણ વાંચો:- ટ્રંપના પૂર્વ મુખ્ય રણનીતિકારનો ખુલાસો- ચીનની સામે અમેરિકાની યુદ્ધ યોજના તૈયાર
તમને જણાવી દઇએ કે, દુનિયામાં ફેલાયેલા કોરોના સંક્રમણ (coronavirus)ને લઇ સાઉદી અરબ સરકારે લગભગ 3 મહિના પહેલા વિદેશી મુસ્લિમોની હજ પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. સાઉદીના રાજાશાહી ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું છે. જ્યારે વિદેશી મુસ્લિમોને મક્કા-મદીનામાં હજ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. આ નિર્ણય બાદ દુનિયાભરના મુસ્લિમો નિરાશ થયા છે.
આ પણ વાંચો:- ભારતને ચાબહાર રેલવે પ્રોજેક્ટમાંથી બહાર રાખવાના સમાચાર અફવાઃ ઈરાન
જ્યારે કેટલાક મુસ્લિમોએ કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. હવે લોકોના દબાણમાં સાઉદી સરકાર તેમના જુના નિર્ણયમાં ફેરફાર કરતા એક હજાર વિદેશી મુસ્લિમોને હજ કરવાની મંજૂરી આપી રહી છે. જો કે, આ નિર્ણયનો ફાયદો સાઉદી અરબમાં રહેતા વિદેશી મુસ્લિમોને જ મળશે. અહીં સંખ્યા વર્ષના હજ કરવા આવતા 25 લાખ મુસ્લિમોની સરખામણીએ ઘણી ઓછી છે.
આ પણ વાંચો:- ખુશખબર! કોરોના વેક્સિનની એક નહીં ત્રણ રસી લગભગ તૈયાર, જાણો ક્યારે તમારી પાસે પહોંચશે
31 જુલાઇથી હજ યાત્રા
આ વર્ષે 31 જુલાઇથી હજ યાત્રા શરૂ થવા જઇ રહી છે. એામાં આ એક હજાર વિદેશી મુસ્લિમોની પસંદગી કેવીરીતે થશે. ત્યારે આ એક મોટો સવાલ બન્યો છે. સાઉદી અરબના હજ મંત્રી મોહમ્મદ બેનતેને રિયાદમાં કહ્યું કે, હજ યાત્રીઓની સંખ્યા એક હજારની આસપાસ રહેશે. અથવા તેના કરતા થોડી ઓછી અથવા થોડી વધારે પણ હોઇ શકે છે. પરંતુ આ લાખો અથવા હજારોમાં નહીં હોય.
આ પણ વાંચો:- સારા સમાચાર: કોરોના વેક્સીન બનાવવામાં જે રેસમાં છે સૌથી આગળ, પ્રથમ હ્યૂમન ટ્રાયલ સફળ
સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રી તૌફિક અળ રબીહએ કહ્યું કે, આ વર્ષે હજ માટે માત્ર તે લોકોને પરવાનગી મળશે જેમની ઉંમર 65 વર્ષથી ઓછી હશે અને તેમને કોઇ પ્રકારની બીમારી નહી હોય. પસંદગી થયેલા લોકોના મક્કા પહોંચતા જ કોરોના વાયરસ ટેસ્ટ થશે. હજ કર્યા બાદ તે લોકોને પોતાના ઘરે જઇને ક્વોરન્ટાઇ પીરિયડ પણ પૂરો કરવાનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube