સારા સમાચાર: કોરોના વેક્સીન બનાવવામાં જે રેસમાં છે સૌથી આગળ, પ્રથમ હ્યૂમન ટ્રાયલ સફળ

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેસ્થ જર્મન સેન્ટર ફોર ઇન્ફેક્શન કંટ્રોલે મળીને કોરોનાની જે વેક્સીન પર કામ કરી રહ્યાં છે. તેના પ્રથમ તબક્કાના હ્યૂમન ટ્રાયલના સફળ થવાનો દાવો કર્યો છે. આ વર્ષ 23 એપ્રીલથી લઇ 21 મે વચ્ચે પ્રથમ તબક્કાનું ટ્રાયલ 1077 વોલેન્ટિયર પર કર્યું હતું. રિસર્ચર્સનો દાવો છે કે, વેક્સીનના ઉપયોગ બાદ તમામ વોલેન્ટિયરમાં કોરોના વાયરસ એન્ટીબોડી બની છે. આ શરૂઆતના પરિણામ ઉત્સાવર્ધક છે.

સારા સમાચાર: કોરોના વેક્સીન બનાવવામાં જે રેસમાં છે સૌથી આગળ, પ્રથમ હ્યૂમન ટ્રાયલ સફળ

નવી દિલ્હી: ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેસ્થ જર્મન સેન્ટર ફોર ઇન્ફેક્શન કંટ્રોલે મળીને કોરોનાની જે વેક્સીન પર કામ કરી રહ્યાં છે. તેના પ્રથમ તબક્કાના હ્યૂમન ટ્રાયલના સફળ થવાનો દાવો કર્યો છે. આ વર્ષ 23 એપ્રીલથી લઇ 21 મે વચ્ચે પ્રથમ તબક્કાનું ટ્રાયલ 1077 વોલેન્ટિયર પર કર્યું હતું. રિસર્ચર્સનો દાવો છે કે, વેક્સીનના ઉપયોગ બાદ તમામ વોલેન્ટિયરમાં કોરોના વાયરસ એન્ટીબોડી બની છે. આ શરૂઆતના પરિણામ ઉત્સાવર્ધક છે.

આ રિસર્ચમાં લગભગ બરાબર સંખ્યામાં મહિલાઓ અને પુરૂષ સામેલ હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વેક્સીન આપ્યાના 28 દિવસની અંદર લગભગ તમામ કોરોના સામે એન્ટીબોડીઝ બની ગયા હતા. આ રિસર્ચાના શરૂઆતના પરિણામ છે. ત્યારબાદ બીજા તબક્કાનું ટ્રાયલ કરવામાં આવશે. જે મોટા ગ્રુપમાં કરવામાં આવે છે.

આ સ્ટડી એવા લોકો પર કરવામાં આવી જેમને ક્યારે કોરોના વાયરસ થયો નથી. 18થી 15 વર્ષની વચ્ચેની ઉંમર જેમની હતી અને જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

ઓક્સફોર્ડના આ શરૂઆથના રિસર્ચને લેન્સેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જર્નલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એહેવાલથી એવું કહ્યું છે કે, દુનિયાભરમાં 137 સંસ્થા વેક્સીનના ટ્રાયલ પર કામ કરી રહી છે.

જર્નલમાં કહેવામાં આવ્યું છે કે, સફળ વેક્સીન તેને ગણવામાં આવશે જે એક અથવા બે ટીકામાં ઇમ્યૂનિટી પ્રદાન કરી શકે. વૃદ્ધ લોકો પર અને એવા લોકો પર જે ઘણા બીમાર છે. તેમને ઇમ્યૂનિટી આપી શકીએ અને ઓછામાં ઓછા 6 મહિના સુધી એક ડોઝ કામ કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news