નવી દિલ્હી: કોરોના (Corona virus) ના વધતા જોખમને જોતા સાઉદી અરેબિયા Saudi Arabia) એ ભારત આવનારી અને જનારી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. ભારતની સાથે સાથે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી પણ મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ડ્રેગનને લીધુ આડે હાથ, કહ્યું-વાયરસ સંક્રમણ માટે ચીનને જવાબદાર ઠેરવો


સાઉદી અરબની Civil Aviation Authority દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે કોરોનાના વધતા જોખમને જોતા ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી છે. આમા એવા  વ્યક્તિઓ પણ સામેલ છે જે સાઉદી અરબ આવતા પહેલા 14 દિવસ પહેલા ઉપરોક્ત કોઈ દેશમાં ગયા હોય. જો કે જે મુસાફરો પાસે સરકાર તરફથી અધિકૃત આમંત્રણ છે તેમને આ પ્રતિબંધમાંથી છૂટ મળશે. 


VIDEOમાં દાવો: ભારતીય સરહદે પોસ્ટિંગ થતા જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ચીની સૈનિકો


મોટી સંખ્યામાં રહે છે ભારતીયો
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ સાઉદી અરબમાં કોરોનાના 3,30,798 કેસ નોંધાયા છે. સાઉદી અરેબિયા અને યુએઈમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો રહે છે. આવામાં સાઉદી અરબની સરકારનો આ નિર્ણય ભારતીયો માટે મોટી મુશ્કેલી પેદા કરી શકે છે. 


UNમાં શી જિનપિંગના 5 સૌથી મોટા જુઠ્ઠાણા, કોણ કરશે ચીન પર વિશ્વાસ?


કોરોના નેગેટિવ સર્ટિફિકેટ જરૂરી 
નોંધનીય છે કે UAE સરકારના નિયમો મુજબ ભારતથી આવતા મુસાફરોએ મુસાફરીના 96 કલાક પહેલા આરટી-પીસીઆર(RT-PCR) ટેસ્ટ કરાવવાનો હોય છે અને તેમણે કોરોના નેગેટિવનું સર્ટિફિકેટ રાખવું પણ જરૂરી છે. થોડા દિવસ પહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસ(Air India Express) એ કહ્યું હતું કે દુબઈની Civil Aviation Authority એ 28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બરના રોજ જે મુસાફરો પાસે સર્ટિફિકેટ હતા તેમને લાવવા બદલ પણ તેમની ઉડાણ પર 24 કલાકની રોક લગાવી હતી. 


લદાખ સરહદે તણાવના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube