ન્યૂયોર્કઃ અમેરિકાની યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસન (UPMC)ના વૈજ્ઞાનિકોને કોરોના વાયરસથી બચાવ અને સારવારને લઈને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તેમણે સૌથી નાના બાયોલોજિકલ મોલેક્યૂલને અલગ કરી લીધો છે જે કોરોના વાયરસને ન્યૂટ્રલાઇઝ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા શોધવામાં આવેલા મોલેક્યૂલથી વૈજ્ઞાનિકોએ Ab8 દવા તૈયાર કરી છે. હકીકતમાં આ મોલેક્યૂલ એન્ટીબોડીનો ભાગ છે. આ સામાન્ય આકારના એન્ટીબોડીથી 10 ગણો નાનો છે. ઉંદર પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું. જે ઉંદરને આ દવા આપવામાં આવી તેનામાં કોરોનાથી સંક્રમિત હોવાનો ખતરો 10 ગણો ઓછો જોવા મળ્યો હતો.


આ મોલેક્યૂલ હ્યુમન સેલ સાથે જોડાતો નથી, તેથી તેની નેગેટિવ સાઇડ ઇફેક્ટ થવાનો ખતરો નથી. સંશોધકોનું કહેવું છે કે કોરોનાની સારવારમાં Ab8 દવા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 


Corona Updates: દેશમાં કોરોનાના કુલ કેસ 49 લાખ પાર, 80 હજારથી વધુ લોકોના મૃત્યુ


યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગમાં સંક્રમિત રોગ વિભાગના પ્રમુખ અને અભ્યાસના સહ લેખત જોન મેલર્સે કહ્યુ કે, Ab8 ન માત્ર કોરોનાની સારવારમાં એક થેરેપી તરીકે કામ કરશે, પરંતુ તે લોકોને કોરોનાથી સંક્રમિત થવાથી પણ બચાવવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. 


નવી શોધ બાદ વૈજ્ઞાનિકોએ દવાની હ્યુમન ટ્રાયલ શરૂ કરવી પડશે. પરંતુ Ab8 દવાનું મૂલ્યાંકન ઘણી યુનિવર્સિટીના રિસર્ચર્સે કર્યું છે. અત્યાર સુધી બધા વૈજ્ઞાનિકોને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે દવા વાયરસને સેલ્સમાં પ્રવેશ કરવાથી ખરેખર રોકી લે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube