વૈજ્ઞાનિકોનો દાવો, ડેલ્ટા સ્ટ્રેન વિરુદ્ધ 90% સુરક્ષા આપે છે sputnik v વેક્સિન
ડેલ્ટા વેરિએન્ટને કારણે ભારતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક બની હતી. કોવિડ-19નો આ વેરિએન્ટ પ્રથમવાર ભારતમાં મળ્યો હતો. તેનાથી ભારતમાં કોરોના દરમિયાન સૌથી વધુ મોત થયા છે. વૈજ્ઞાનિકો પ્રમામે ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાય છે.
નવી દિલ્હીઃ રશિયાની નોવોસિબિર્સ્ક સ્ટેટ યુનિવર્સિટીની પ્રયોગશાળાના પ્રમુખ અને રશિયા વિજ્ઞાન એકેડમી (આરએએસ) ના સંબંધિત સભ્ય સર્ગેઈ નેત્સોવે જણાવ્યુ કે, રશિયાની સ્પુતનિક વી સહિત વાયરલ વેક્ટર અને એમઆરએનએ રસી કોરોના વાયરસના નવા સ્ટ્રેન ડેલ્ટા વિરુદ્ધ અસરકારક છે.
ડેલ્ટા સ્ટ્રેન વિરુદ્ધ 90% સુરક્ષા
સર્ગેઈ નેત્સોવે કહ્યુ- યૂકે, યૂએસ અને અન્ય દેશોના આંકડા અનુસાર અમારી સ્પુતનિક વી સહિત એમઆરએનએ અને વેક્ટર રસી, ડેલ્ટા પર અસરકારક છે. આ રસી કોરોના વિરુદ્ધ 95 ટકા અને ડેલ્ટા સ્ટ્રેન વિરુદ્ધ 90 ટકા સુરક્ષા આપે છે. તેમણે કહ્યું કે, પહેલાથી વિકસિત રસીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે વધુ અસરકારક છે.
રોયટર્સે સમાચાર એજન્સી RIA ના રિપોર્ટના આધાર પર જણાવ્યું કે મોસ્કોના ગામાલેયા ઈન્સિટ્યુટના ડેપ્યુટી ડાયરેક્ટર ડેનિસ લોગુનોવ, જેણે સ્પૂતનિક વી વિકસિત કરી, તેમણે જણાવ્યું કે, ડેલ્ટા વેરિએન્ટની અસરકારકતાના આંકડાની ગણના ડિજિટલ મેડિકલ અને વેક્સિન રેકોર્ડના આધાર પર કરવામાં આવી હતી. ગામાલેયા ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર એલેક્ઝેન્ડર ગિંટ્સબર્ગ અનુસાર વિશ્વના દેશોએ ડેલ્ટા વેરિએન્ટના ખતરાથી એલર્ટ કર્યા છે. આશરે 14.4 કરોડની વસ્તીવાળા રશિયાએ ચાર સ્વદેશી નિર્મિત વેક્સિનને મંજૂરી આપી છે અને મહામારીની શરૂઆત બાદથી આશરે 55 લાખ કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ તાલિબાને ચીનને ગણાવ્યું 'મિત્ર', વીગર મુસ્લિમ ચરમપંથીઓ પર કર્યો આ મોટો દાવો
ઝડપથી ફેલાય છે ડેલ્ટા સ્ટ્રેન
મહત્વનું છે કે ડેલ્ટા વેરિએન્ટને કારણે ભારતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક બની હતી. કોવિડ-19નો આ વેરિએન્ટ પ્રથમવાર ભારતમાં મળ્યો હતો. તેનાથી ભારતમાં કોરોના દરમિયાન સૌથી વધુ મોત થયા છે. વૈજ્ઞાનિકો પ્રમામે ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાય છે. સાથે દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળે છે. આ સમયે બ્રિટન અને ઇઝરાયલમાં આ વેરિએન્ટને કારણે કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આંકડા પ્રમામે ઇઝરાયલમાં કોરોનાના 90 ટકા કેસ આ વેરિએન્ટના છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે ત્યાં 50 ટકા લોકોએ કોરોના વેક્સિન લઈ લીધી છે.
સ્પુતનિક-વીને 67 દેશોમાં મંજૂરી
ઉલ્લેખનીય છે કે રશિયા પોતાના નાગરિકોને સ્પુતનિક-વી વેક્સિનના ડોઝ આપી રહ્યું છે. આ વેક્સિન પણ એસ્ટ્રાઝેનેકાની વેક્સિનની જેમ બે ડોઝ વાળી છે. આમ તો અલગ-અલગ દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ વેક્સિન કોરોના વાયરસ વિરુદ્ધ અસરકારક છે પરંતુ રશિયાની સ્પુતનિક-વી વેક્સિનને હજુ WHO ની મંજૂરી મળવાનો ઇંતજાર છે. સ્પુતનિકને ભારત સહિત વિશ્વના 67 દેશોમાં મંજૂરી મળી છે. મહત્વનું છે કે કોરોનાની બે વેક્સિન બનાવ્યા છતાં રશિયા દુનિયામાં સૌથી ઓછુ રસીકરણ કરનારા દેશોમાં સામેલ છે. અહીં માત્ર 13 ટકા વસ્તીને રસી મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube