Taliban એ China ને ગણાવ્યું 'મિત્ર', Uighur Muslim ચરમપંથીઓને આશરો ન આપવાનો કર્યો વાયદો

અમેરિકાના ગયા પછી અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કબજો કરવા માટે તાલિબાન સામ-દંડ-ભેદ બધી રીત અપનાવી રહ્યું છે. તેણે હવે પડોશી દેશ ચીન પર નજર નાખી છે.

Taliban એ China ને ગણાવ્યું 'મિત્ર', Uighur Muslim ચરમપંથીઓને આશરો ન આપવાનો કર્યો વાયદો

બીજિંગ: અમેરિકાના ગયા પછી અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કબજો કરવા માટે તાલિબાન સામ-દંડ-ભેદ બધી રીત અપનાવી રહ્યું છે. તેણે હવે પડોશી દેશ ચીન પર નજર નાખી છે.

ચીન અમારો મિત્ર દેશ- તાલિબાન
મીડિયા રિપોર્ટ અનુસાર તાલિબાન (Taliban) એ કહ્યું કે તે ચીન (China) ને અફઘાનિસ્તાનનના 'મિત્ર' ના રૂપમાં બતાવે છે. તેણે બીજિંગને આશ્વસ્ત કર્યું કે તે અશાંતિ શિંજિયાંગ પ્રાંતના વીગર ઇસ્લામી ચરમપંથીઓને પોતાના ત્યાં પનાહ નહી આપે.

વીગર ચરમપંથીઓથી પરેશાન ચીન
તમને જણાવી દઇએ કે ચીનના સંસાધન બહુલ શિંજિયાંગની આસપાસ 80 કિલોમીટર લાંબી સીમા અફઘાનિસ્તાનની છે. જ્યાં વીગર ઇસ્લામી (Uighur Muslim) ચરમપંથી ચીનમાં હરકતો કરતા રહે છે. અમેરિકી સૈનિકોની વાપસી વચ્ચે ચીનને ચિંતા સતાવી રહી છે કે તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાન ઇસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેંટ (ETIM) નું કેંદ્ર બની જશે. ચીન આ સંગઠનને આતંકવાદી ગ્રુપ માને છે અને કહે છે કે આ આતંકવાદી સંગઠન અલકાયદાથી સાથે સંકળાયેલું છે. 

તાલિબાને ચીનને આપ્યું આશ્વાસન
ચીનની આ ચિંતાઓને જોતાં તાલિબાન (Taliban) ના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે તે ચીનને અફઘાનિસ્તાના એક મિત્રના રૂપમાં જુએ છે. સુહૈલએ કહ્યું કે તાલિબાન ચીનના વીગર અલગાવાદી લડાકુ દેશમાં પ્રવેશની અનુમતિ નહી આપે. જોકે તેમાંથી કેટલાકએ પૂર્વમાં અફઘાનિસ્તાનમાં શરણ માંગી હતી. 

'ચીન સાથે અમારા સારા સંબંધ'
'સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ સાથે વાત કરતાં સુહૈલ શાહીને કહ્યું કે 'ચીન સાથે અમારા સારા સંબંધ છે. અમે અફઘાનિસ્તાનના પુનર્નિમાણ કાર્યમાં રોકાણ માટે બીજિંગ સાથે વાત કરવાની આશા રાખીએ છીએ. અમે અલકાયદા અથવા કોઇ અન્ય આતંકવાદી સંગઠનને અફઘાનિસ્તાનથી સંચાલિત થતાં અટકાવીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news