નવી દિલ્હીઃ નોવેલ કોરોના વાયરસથી થનારી COVID-19 ની મહામારીએ વિશ્વભરને પોતાની ઝપેટમાં લીધુ છે. હવે વૈજ્ઞાનિકોને વધુ એક કોરોના વાયરસ મળ્યો નથી. આ કુતરાથી મનુષ્યમાં આવી શકે છે. સૌથી પહેલા તે 2018માં જોવા મળ્યો હતો અને જાનવરોથી મનુષ્યમાં આવનાર આ આઠમો કોરોના વાયરસ છે. હજુ તે સ્પષ્ટ નથી કે આ કેટલો મોટો ખતરો છે પરંતુ સંશોધકોનું કહેવું છે કે તેનાથી હાલ મહામારી જેવી આશંકા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ ઘણા પ્રકારના હોય છે જેમાંથી ચાર મનુષ્યમોમાં તાવ-ઉધરસ પેદા કરે છે અને વધુ ખતરનાક હોતા નથી. બીજો કોરોના વાયરસ Sars કે Mers પેદા કરી શકે છે જે બન્ને ઘાતક છે. ડ્યૂક યુનિવર્સિટી અને ઓહાયો યુનિવર્સિટીએ નવા વાયરસને CCoV-HuPn-2018 નામ આવ્યું છે. મલેશિયામાં તેના આઠ દર્દી મળ્યા હતા, જેમાં સાત બાળકો હતા. એક બાળકને નિમોનિયા થયો પરંતુ તે સાજો થઈ ગયો. તેને 4થી 6 દિવસમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો.


રિસર્ચર ગ્રેગરી ગ્રેનુ કહેવુ છે કે આ વાયરસ કેટલો સામાન્ય છે, તે કુતરાથી મનુષ્યોમાં કે મનુષ્યો વચ્ચે કેટલો ઝડપથી ફેલાય, તેના વિશે કોઈ જાણકારી નથી. તેમનું કહેવું છે કે બની શકે કે આવા ઘણા વાયરસ હોય, જે કુતરાથી મનુષ્યમાં આવતા હોય પરંતુ આપણે તે વિશે ખ્યાલ ન હોય. હજુ પણ ડાયગ્નોસ્ટિક મનુષ્ય કોરોના વાયરસ માટે થઈ રહ્યું છે, કુતરાથી ફેલાતા માટે નહીં. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube